Android યૂઝર્સની બલ્લે-બલ્લે, WhatsAppના આ ફિચર પછી બદલાઇ ગયો આખો લૂક, જોઇ લો......
WhatsApp New Feature: આ નવા ફિચરના આવ્યા બાદ હવે તમને WhatsApp પર ત્રણ નહીં પરંતુ ચાર ટેબ જોવા મળશે. હવે તેમાં કૉમ્યૂનિટી ટેબ પણ વધી ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉટ્સએપમાં એક પછી એક નવા ફિચર્સ જોવા મળી રહ્યા છે. હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વૉટ્સએપની ડિઝાઇનમાં મોટો ફેરફાર કર્યો છે. તેનું અપડેટ ધીમે ધીમે યૂઝર્સ સુધી પહોંચી રહ્યું છે.
WhatsAppના આ અપડેટની iOS યૂઝર્સ પર કોઈ અસર થવાની નથી. કંપનીએ આ લૂકને iOS વર્ઝન જેવો જ બનાવ્યો છે. આ લેટેસ્ટ વર્ઝનમાં સ્ટેટસ બાર ઉપરથી નીચે ખસેડવામાં આવ્યો છે.
હવે તમને WhatsApp પર ત્રણ નહીં પરંતુ ચાર ટેબ દેખાશે. પહેલા યુઝર્સ માત્ર ચેટ, અપડેટ અને કૉલનો વિકલ્પ જોઈ શકતા હતા, પરંતુ હવે આ લિસ્ટમાં કૉમ્યૂનિટી ટેબ પણ વધી ગઈ છે.
કંપનીએ આ ફિચરમાં દરેક ટેબ માટે એક આઇકોન એડ કર્યુ છે. આ સિવાય તમને તેમાં લીલો ડોટ પણ દેખાશે, જે નોટિફિકેશન વિશે જાણકારી આપશે. આ લીલો રંગ અગાઉના લીલા રંગ કરતાં હળવો હશે.
વૉટ્સએપે તાજેતરમાં એક નવા અપડેટ વિશે પણ માહિતી આપી હતી, જે મીડિયા અપલોડ ગુણવત્તા સાથે સંબંધિત છે. કંપનીએ તેને એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવ્યું છે. તમારે તમારા ફોનમાં WhatsApp અપડેટ કરવું પડશે, ત્યારપછી તમે આ સુવિધાનો લાભ લઈ શકશો.
આ ફિચરમાં યૂઝર્સ હવે વૉટ્સએપ દ્વારા શેર કરતા પહેલા કોઈપણ ફોટો કે વીડિયોની ક્વૉલિટી સ્ટાન્ડર્ડ અથવા એચડીમાં બદલી શકે છે.