iPhone યૂઝર્સને બહુ જલદી મળશે આ 8 કૂલ ફિચર્સ, રિવીલ થતાં પહેલા જાણીલો બધું જ.....
Apple Feature : ટેક દિગ્ગજ કંપની Apple આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે પોતાના લેટેસ્ટ iPhones લૉન્ચ કરવા જઈ રહ્યું છે, iOS 17ના લૉન્ચની આ ઈવેન્ટની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. ખાસ વાત છે કે, આ ઇવેન્ટમાં આઇફોન યૂઝર્સ માટે નવી ફેસિલિટી વિશેની માહિતી પણ આપવામાં આવશે. આ પહેલા અમે અહીં તમને તેના વિશે વિગતવાર માહિતી આપી રહ્યાં છીએ. જાણો...
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAirTag ફિચરઃ એપલ આઈફોનમાં જીપીએસ જેવું AirTag ફિચર હશે, જેના દ્વારા તમે તમારું લૉકેશન કોઈપણ સાથે શેર કરી શકો છો.
Airpodમાં મળશે આ નવી સુવિધાઃ બેકગ્રાઉન્ડ નૉઈઝ ઘટાડવા માટે હવે એપલ Airpodમાં ઓડિયો આઉટપુટ મેનેજ કરવા માટે એડપ્ટિવ ઓડિયોની ફેસિલિટી મળશે.
ચેક ઇન ફિચરઃ આ ફિચરમાં કોઇપણ આઇફોન યૂઝર તેના મિત્રો કે પરિવારના સભ્યોને ચેક ઇન કરી શકશે અને મેસેજ દ્વારા જાણ કરી શકશે કે તે તેના ગંતવ્ય પર સુરક્ષિત રીતે પહોંચી ગયો છે.
કૉન્ટેક્ટ પૉસ્ટરઃ અત્યાર સુધી કૉન્ટેક્ટ નંબર અને નામ સાથે સેવ કરવામાં આવતો હતો, પરંતુ હવે તમે તમારી જરૂરિયાત મુજબ કૉન્ટેક્ટ પૉસ્ટર બનાવી શકશો, જેનાથી તમારા માટે કૉન્ટેક્ટને ઓળખવામાં સરળતા રહેશે.
કૉન્ટેક્ટ પોસ્ટરઃ અત્યાર સુધી કૉન્ટેક્ટ નંબર અને નામ સાથે સેવ કરવામાં આવતો હતો, પરંતુ હવે તમે તમારી જરૂરિયાત મુજબ કૉન્ટેક્ટ પોસ્ટર બનાવી શકશો, જેનાથી તમારા માટે કૉન્ટેક્ટને ઓળખવામાં સરળતા રહેશે.
આઇફોનને સ્માર્ટ ડિસ્પ્લેમાં કન્વર્ટ કરો: આઇફોનને સ્ટેન્ડબાય મૉડ મળશે, જેમાં જો તમે આઇફોનને ચાર્જિંગ સ્ટેન્ડ પર રાખો છો અથવા મેગસેફ કરો છો, તો તે સ્માર્ટ ડિસ્પ્લેમાં ફેરવાઈ જશે, જેમાં તમને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળશે.
Apple Music: એપલ યૂઝર્સને હવે પ્લેલિસ્ટમાં પહેલા કરતાં વધુ ગીતો મળશે, આ માટે એપલ એક નવું ક્રૉસફેડ ફિચર એડ કરવા જઈ રહ્યું છે.