Apple: એપલ 26 માર્ચે લૉન્ચ કરી શકે છે નવી iPad સીરીઝ, ડિસ્પ્લેથી M3 ચિપસેટ સુધી આ હશે ખાસ
Apple iPad Series: એપલના નવા ઉત્પાદનોના લોન્ચિંગને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની 26 માર્ચે તેની આઈપેડની નવી સિરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppApple ટૂંક સમયમાં તેનું નવું iPad Air અને iPad Pro લૉન્ચ કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એપલ તેની નેક્સ્ટ જનરેશન સીરિઝ આઈપેડ અને આઈપેડ પ્રો મોડલ 26 માર્ચે લોન્ચ કરી શકે છે.
ટેક એક્સપર્ટ્સનું કહેવું છે કે, અમે અત્યારે આ આઈપેડ ખરીદી શકીશું નહીં, પરંતુ તે ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે, જો કે હજુ સુધી એપલ દ્વારા તારીખને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ચાઈનીઝ પબ્લિકેશન આઈટી હોમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઈપેડ એર અને આઈપેડ પ્રો ભારતમાં 26 માર્ચે લૉન્ચ થઈ શકે છે. આ પહેલા બ્લૂમબર્ગના માર્ક ગુરમેને પણ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો હતો.
માર્ક ગુરમેને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે એપલ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં તેની આઈપેડ સીરીઝ લોન્ચ કરી શકે છે.
આ આઈપેડ સીરીઝને 12.9 ઈંચની ડિસ્પ્લે સાથે લાવી શકાય છે અને તેમાં રીડીઝાઈન કરેલ કેમેરા બમ્પનો પણ ઉપયોગ કરી શકાય છે.
આ આઈપેડ સીરીઝને 12.9 ઈંચની ડિસ્પ્લે સાથે લાવી શકાય છે અને તેમાં રીડીઝાઈન કરેલ કેમેરા બમ્પનો પણ ઉપયોગ કરી શકાય છે.