iPad Proથી MacBook Air Models સુધી, એપલ જલદી લૉન્ચ કરી શકે છે આ મોટા ડિવાઇસ
Apple New Devices: એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં એપલના લેટેસ્ટ પ્રૉડક્ટ્સમાં નવા રંગીન આઈફોન પણ સામેલ થઈ શકે છે. જો કે, આ તમામ ડિવાઇસીસ કોઈપણ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppApple ટૂંક સમયમાં ઘણા મોટા ડિવાઇસીસ લોન્ચ કરવા જઈ રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે Apple ટૂંક સમયમાં iPhone 15 અને iPhone 15 Plusના નવા કલર ઓપ્શનો સાથે MacBook Air મોડલ્સ, iPad Pro, iPad Air અને અન્ય ઘણા મોટા ઉપકરણોની જાહેરાત કરી શકે છે.
MacRumors અહેવાલ દાવો કરે છે કે Apple આ અઠવાડિયે ઘણા ડિવાઇસીસ લોન્ચ કરી શકે છે. જો કે એપલ આ ડિવાઈસને કઈ તારીખે લોન્ચ કરશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. લોન્ચ થનારા ડિવાઇસીસમાં iPad Pro, iPad Air, MacBook Air મોડલના નામ સામેલ છે.
બ્લૂમબર્ગના માર્ક ગુરમેનનું કહેવું છે કે એપલ પાસે ઘણા નવા ડિવાઇસીસ છે, જે આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે. આમાં 12.9 ઇંચ સ્ક્રીન વિકલ્પ સાથે iPad Pro મોડલ્સ અને iPad Airનો પણ સમાવેશ થાય છે.
માર્ક ગુરમેને તેમના ન્યૂઝલેટરમાં વધુમાં જણાવ્યું હતું કે આ ડિવાઇસીસમાં 13-ઇંચ અને 15-ઇંચના MacBook Air વેરિઅન્ટ્સનો પણ સમાવેશ થાય છે, જે તમને M3 ચિપ સાથે મળશે. એપલની માર્કેટિંગ ટીમ આ તમામ ઉપકરણોને લોન્ચ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.
અહેવાલો એ પણ સૂચવે છે કે બે નવા આઈપેડ એર મોડલની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે, જેમાં M2 ચિપસેટ્સ હશે. સૌથી મોટી વાત એ છે કે આ કંપનીનું પહેલું આઈપેડ મોડલ હશે, જે તમને 12.9 ઈંચની સ્ક્રીન સાથે મળશે.
આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં iPhone તમારા માટે લેટેસ્ટ iPhone સીરિઝમાં કલર ઓપ્શન પણ લાવી શકે છે. નોંધનીય બાબત એ છે કે આ ડિવાઇસીસનું લોન્ચિંગ કોઈ મોટી ઇવેન્ટમાં થશે નહીં.
ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એપલ આ ડિવાઈસને લોન્ચ કરવા માટે કોઈ મોટી ઈવેન્ટનું આયોજન કરશે નહીં, બલ્કે એપલના આ અલગ-અલગ ડિવાઈસને અલગ-અલગ પ્રેસ રિલીઝ દ્વારા લોન્ચ કરવામાં આવશે.