Apple Watch Ultra 2 અને Apple Watch Series 9 લૉન્ચ, મળશે નવું જેસ્ચર કન્ટ્રોલ ફીચર
એપલે કેલિફોર્નિયામાં એપલ હેડક્વાર્ટરના 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતે એપલ વોચ અલ્ટ્રા 2 અને એપલ વોચ સીરીઝ 9 લોન્ચ કરી. આ બંને ઘડિયાળોમાં નવું જેસ્ચર કંટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેની મદદથી કોલિંગથી લઈને બે આંગળીઓ સાથે ટેપ કરવા સુધીના અનેક પ્રકારના કામ કરી શકાય છે. જ્યારે તમારા બંને હાથ વ્યસ્ત હોય ત્યારે આ સુવિધા ખૂબ અસરકારક સાબિત થશે.
વોચ 9 સિરીઝમાં શું છે ખાસઃ Apple Watch 9 સિરીઝ સિરી સપોર્ટ સાથે આવશે. તે અગાઉની સીરીઝ 8 કરતા વધુ સુરક્ષિત અને સચોટ હશે. આમાં સ્વાસ્થ્યની સાથે સિરી સપોર્ટ પણ મળશે.
હવે એપલ વોચની મદદથી તમે બીજાને ડેટા ટ્રાન્સફર કરી શકશો. તેમાં એજ ટુ એજ રેટિના ડિસ્પ્લે છે. તેની બ્રાઇટનેસ 2000 nits હશે. તેમાં ડિજિટલ ક્રાઉન બટન છે. ઘડિયાળ જેસ્ચર કંટ્રોલ સાથે આવશે. તમે ઘડિયાળ પર તમારી આંગળીઓને બે વાર ટેપ કરીને કૉલ કરી શકશો. તમે ડબલ ટેપ કરીને સંગીત ચલાવવા અને થોભાવવામાં સમર્થ હશો.
Apple Watch Series 9 ની GPS બિલ્ટ ફીચરની કિંમત $399 છે જ્યારે GPS + સેલ્યુલર ફીચરની કિંમત $499 છે.
Apple Watch Ultra 2 ની વિશેષતાઓ: Apple Watch Ultra 2 ની ટોચની બ્રાઇટનેસ 3000 nits છે. તે જીપીએસ સપોર્ટ સાથે આવે છે. તેમાં મોડ્યુલર અલ્ટ્રા વોચ ફેસ છે. એક જ ચાર્જ પર તેનો 36 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે.
તેમાં કસ્ટમાઇઝ એક્શન બટન છે. તેમાં નવું જેસ્ચર કંટ્રોલ આપવામાં આવ્યું છે. તેમજ નવી સાયકલિંગ ફીચર, ફોન માટે ફાઈન્ડીંગ, ફ્લેશલાઈટ બુસ્ટ ફીચર આપવામાં આવ્યું છે. જ્યારે Apple Watch Ultra 2 ની કિંમત $799 રાખવામાં આવી છે.