Photos: તસવીરોમાં જુઓ કેવું દેખાય છે Asusનું બે સ્ક્રીનવાળુ લેપટૉપ, જાણો ફિચર્સ અને કિંમત
ASUS Zenbook DUO: Asus એ ડ્યૂઅલ-સ્ક્રીન લેપટૉપ લૉન્ચ કરીને વિશ્વભરના ટેક્નોલોજી પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. આવો અમે તમને આ શાનદાર લેપટૉપની કેટલીક સુંદર તસવીરો બતાવીએ છીએ, અહીં આસુસનું ટૂ-સ્ક્રીન લેપટૉપ બતાવવામાં આવ્યુ છે, જાણો તેના ફિચર્સ અને કિંમત...
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAsus એ અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત CES 2024 ઇવેન્ટમાં એક શાનદાર લેપટૉપ લૉન્ચ કર્યું છે, જેણે વિશ્વભરના યૂઝર્સને આકર્ષ્યા છે. વાસ્તવમાં આ બે સ્ક્રીનવાળું લેપટોપ છે. આ લેપટોપનું નામ ASUS Zenbook DUO છે. ચાલો તમને આ લેપટોપ વિશે જણાવીએ.
આ લેપટૉપમાં બે OLED ડિસ્પ્લે છે. પ્રથમ સ્ક્રીનનું રિઝોલ્યૂશન 1920 x 1200 પિક્સેલ છે અને રિફ્રેશ રેટ 60Hz છે, જ્યારે બીજી સ્ક્રીનનું રિઝોલ્યુશન 2880 x 1800 છે અને રિફ્રેશ રેટ 120Hz છે.
આ લેપટોપમાં પ્રોસેસર માટે Intel Core Ultra 9 185H ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 32GB LPDDR5X રેમ અને સ્ટોરેજ માટે 2TB સ્પેસ છે. આ લેપટોપ વિન્ડોઝ 11 પર ચાલે છે. આ સિવાય તેમાં AI સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
કંપનીએ આ લેપટોપમાં 75W બેટરી સામેલ કરી છે. કંપનીનો દાવો છે કે જો યૂઝર્સ આ લેપટોપની બંને સ્ક્રીનનો સતત ઉપયોગ કરશે તો પણ તેમને 10.5 એટલે કે સાડા દસ કલાકનો બેકઅપ મળશે. કનેક્ટિવિટી માટે તેમાં HDMI પોર્ટ, 3.5mm ઓડિયો જેક, USB A 3.2 અને 2 Thunderbolt છે.
આ લેપટોપમાં સાઉન્ડ સિસ્ટમ માટે કસ્ટમ સ્પીકર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લેપટોપ સાથે ફુલ સાઈઝનું કીબોર્ડ આપવામાં આવ્યું છે, જેને યુઝર્સ જ્યારે ઈચ્છે ત્યારે એડ અને રિમૂવ કરી શકે છે. તેમાં ટચ પેડની સુવિધા પણ આપવામાં આવી છે.
જો આ લેપટોપની કિંમત પર નજર કરીએ તો કંપનીએ અમેરિકામાં આ લેપટોપની કિંમત $1499 (લગભગ 1,24,413 રૂપિયા) રાખી છે. આ સિવાય યુરોપમાં આ લેપટોપની કિંમત 2099 યુરો (લગભગ 1,91,298 રૂપિયા) છે જ્યારે યુનાઇટેડ કિંગડમમાં તેની કિંમત 1600 પાઉન્ડ (લગભગ 1,69,526 રૂપિયા) છે.