Battlegrounds Mobile Indiaનુ નવુ ટીઝર રિલીઝ, મળી શકે છે PUBGનુ આ ખાસ ફિચર, જાણો શું......
Battlegrounds_Mobile_India
1/5
નવી દિલ્હીઃ પબજીના લાખો દિવાનાઓનો ઇન્તજાર ખતમ થવાનો છે. Battlegrounds Mobile Indiaના નામથી લૉન્ચ થનારી પબજીનુ નવુ વર્ઝન ભારતમાં આ મહિનામાં લૉન્ચ થઇ શકે છે. વળી આ પહેલા ગેમનુ ટીઝર સામે આવ્યુ છે. આ ટીઝરમાં પબજીની UAZ જીપ અને એરંગેલ મેપને બતાવવામાં આવ્યા છે. 15 સેકન્ડનુ આ ટીઝર ગેમની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
2/5
મળી શકે છે UAZ જીપ અને Erangel મેપ પબજીમાં મેપને પાર કરવા માટે એવા કેટલાય વ્હીકલ્સ છે, જે ગેમમાં રેન્ડમલી મળશે. આ વ્હીકલ્સમાંથી એક UAZ જીપમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વૉડ બેસી શકે છે. આમાં બેસીને આ સ્ક્વૉડ મેપને પાર કરી શકે છે. આ ઉપરાંત Erangel મેપને હવે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના ટીઝરમાં સામેલ કરવામાં આવ્યુ છે. આ ટીઝરમાં મેપ ‘Erangel’ નામથી બતાવવામાં આવ્યુ છે. કંપનીએ આ વખતે આનુ નામ બદલી નાંખ્યુ છે.
3/5
આ દિવસે લૉન્ચ થઇ શકે છે ગેમ ગેમ ડેવલપ કરનારી કંપની ક્રાફ્ટને બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાએ ગૂગલ પ્લે સ્ટૉર પર રજિસ્ટ્રેશન માટે 18 મેએ જ અવેલેબલ જ કરી દીધી છે. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ગેમ 18 જૂને લૉન્ચ કરી કરી દેવામાં આવી શકે છે. પબજીના દિવાનાઓ આ ગેમને લઇને ખુબ ઉત્સુક છે કે આમાં કયા કયા હથિયાર અને શું શું નવુ હશે.
4/5
આ હશે નિયમ..... ગેમ બનાવનારી કંપની ક્રફ્ટને કહ્યું કે - આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો આ વખત ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ક્રાફ્ટને કહ્યું- આ વખતે યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. આ ઉપરાંત તે એક દિવસમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે.
5/5
માત્ર ભારતમાં જ થશે લૉન્ચ..... ક્રાફ્ટને જાહેરાત કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ એક્સક્લૂસિવ ઇન-ગેમ ઇવેન્ટ્સ જેમ કે આઉટફિટ્સ અને ફિચર્સની સાથે રિલીઝ થશે. ટૂર્નામેન્ટ અને લીગની સાથે આનુ ખુદનુ એકસ્પોર્ટ અને ઇકોસિસ્ટમ પણ હશે. એ જાહેરાત કરવામાં આવી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ડિવાઇસ પર એક ફ્રી ટૂ પ્લે ફિચર તરીકે લૉવ્ચ થશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ નિયમિત રીતે ઇન-ગેમ કન્ટેન્ટને લાવવા દરમિયાન એકસ્પોર્ટ ઇકૉસિસ્ટમ બનાવવા માટે ભાગીદારોની સાથે પણ સહયોગ કરવામાં આવશે.
Published at : 07 Jun 2021 10:41 AM (IST)
Tags :
PUBG Mobile India Battlegrounds Mobile India Pubg Mobile India Latest Update Pubg Mobile India Pre-registration Battlegrounds Mobile India Release Battlegrounds Mobile India Pre-registration Battlegrounds Mobile India Google Play Store Pubg Mobile India Release Pubg Mobile India Launch Pubg Mobile India Update Pubg Mobile India Game