20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ પાંચ સસ્તાં 5G Smartphone, જાણો ફિચર્સ
Cheapest 5G Smartphone: ભારતમાં મોટાભાગની સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ આ સમયે સસ્તાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાની કોશિશ કરી રહી છે. આ વર્ષે કેટલાય સસ્તાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી છે. આજે અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ જે 5G ફોન છે, અને કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે. જુઓ લિસ્ટ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRealme 8 5G- રિયલમીનો આ ફોન તમે માત્ર 14 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. હાલ આ સૌથી સસ્તા 5G સ્માર્ટફોનના લિસ્ટમાં પહેલા નંબર પર છે. આમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે, 4 GB રેમ, 64 GB સ્ટૉરેજ છે. કેમેરાની વાત કરીએ તો આના રિયરમાં 48MP + 2MP + 2MPનો સેટઅપ અને ફ્રન્ટમાં 16MPનો કેમેરો છે. સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી પણ છે.
OPPO A74 5G- ઓપ્પોના A74 5G સ્માર્ટફોનની કિંમત લગભગ 18 હજાર રૂપિયા છે. આ ફોનમાં 6.49ની ડિસ્પ્લે, 6 GB રેમ, 128 GB સ્ટૉરેજ મળી રહ્યું છે. આમાં 48MP + 48MP + 2MPનો રિયર કેમેરા સેટઅપ અને 8MPનો સેલ્ફી કેમેરો છે. આમાં 5000 mAhની દમદાર બેટરી છે.
Moto G 5G- મોટોરોલાનો આ 5G સ્માર્ટફોન 20 હજાર રૂપિયાની અંદરનો છે. Moto G 5G સ્માર્ટફોનમાં 6 GB રેમ, 128 GB સ્ટૉરેજ છે. આના સ્ટૉરેજને 1 TB સુધી વધારી શકાય છે. આમાં 6.67 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, 48MP + 8MP + 2MPનો રિયર કેમેરા સેટઅપ અને 16MPનો ફ્રન્ટ કેમેરો છે. આમાં 5000 mAhની Li-Polymer બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Vivo iQoo Z3- વીવોના આ ફોનની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે. આ ફોનમાં Qualcomm Snapdragon 768G પ્રૉસેસર, 6 GB રેમ, 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે. આ સ્માર્ટફોનમાં 6.58 ઇંચની ડિસ્પ્લે, 64+8+2 MPનો રિયર કેમેરો અને 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 4400 mAhની બેટરી છે.