Best 5G Smartphone: 15,000ના બજેટમાં 5 બેસ્ટ મોબાઇલ ફોન, વાંચો ફિચર્સ
Best 5G Smartphone: આજકાલ મોટાભાગના સ્માર્ટફોન 5Gમાં અપડેટ થઇ ચૂક્યા છે. જો તમે તમારા બજેટમાં એટલે કે તમારું બજેટ માત્ર 15 હજાર રૂપિયાનું છે, અને તમે આ રેન્જમાં એક સારો 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અહીં અમે તમને પાંચ બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, જે તમારી પહેલી પસંદ બની શકે છે. આ બધા જ ફોનમાં તમને સારો બેટરી બેકઅપ અને પ્રૉસેસર સપોર્ટ મળશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPoco M4 Pro 5G - જો તમે 15 હજારના બજેટમાં મલ્ટિટાસ્કિંગ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Pocoનો આ ફોન તમારા માટે બેસ્ટ રહેશે. આમાં તમને 6.6 ઇંચ FHD Plus IPS ડિસ્પ્લે, 5000 mAh બેટરી, 50MP કેમેરા અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.
Infinix Hot 20: - જો તમને એન્ટરટેન્ટમેન્ટ માટે મોટી ડિસ્પ્લેવાળો ફોન જોઈતો હોય તો Infinix Hot 20 તમારા માટે બેસ્ટ છે. આમાં 6.82 ઇંચ FHD પ્લસ ડિસ્પ્લે, Mediatek Dimensity 810 પ્રૉસેસર અને 5000 mAh બેટરી છે. ફોનની કિંમત 13,499 રૂપિયા છે.
IQoo Z6 Lite: - જો તમે ગેમિંગના ખૂબ જ શોખીન છો, તો આ ફોન તમારા માટે બેસ્ટ છે. આમાં તમને 6.58 ઇંચ FHD Plus LCD ડિસ્પ્લે, 5000 mAh બેટરી, 50MP મેઇન કેમેરા અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. ફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થાય છે.
Samsung Galaxy M14 5G: - જો તમને સારી બેટરીવાળો ફોન જોઈતો હોય તો Galaxy M14 5G આ રેન્જમાં સારો ફોન છે. ફોનની કિંમત 14,999 રૂપિયા છે અને તેને હાલમાં જ આને લૉન્ચ કરવામાં આવ્યો છે. આમાં 6000 mAh બેટરી, Exynos 1330 5nm પ્રૉસેસર અને 50MP પ્રાઈમરી કેમેરા છે.
samsung Galaxy F23 5G: - આ ફોન આ બજેટમાં પણ શાનદાર છે. ફોનમાં Snapdragon 750G પ્રૉસેસર, 50MP મેઇન કેમેરા, 6.6 ઇંચ FHD Plus TFT ડિસ્પ્લે અને 5000 mAh બેટરી ઉપલબ્ધ છે. ફોનની કિંમત 14,999 રૂપિયા છે.