5G Phones: સસ્તામાં બેસ્ટ છે આ પાંચ 5G સ્માર્ટફોન, સૌથી સસ્તું છે આ મૉડલ
Best 5G smartphones: ભારતીય સ્માર્ટફોન માર્કેટ દિવસે દિવસે મોટુ થઇ રહ્યું છે, અને નવી નવી કંપનીઓ માર્કેટમાં આવી રહી છે, જો તમે એક સારો અને બજેટ 5G સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં તમને બેસ્ટ ઓપ્શન બતાવવામાં આવી રહ્યો છે. તમે તમારા માટે આમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi 12 5G: 4GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજવાળા આ ફોનના વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. સ્માર્ટફોનમાં 50MP કેમેરા, 5000 mAh બેટરી અને Snapdragon 4 Gen 2 ચિપસેટનો સપૉર્ટ છે. તમે સ્માર્ટફોનને 4GB, 6GB અથવા 8GB રેમ ઓપ્શનોમાં ખરીદી શકો છો.
iQOO Z6 Lite 5G: આ ફોનમાં 5000 mAh બેટરી, ડ્યૂઅલ કેમેરા સેટઅપ અને 120Hz ડિસ્પ્લે છે. મોબાઈલ ફોનના 6/128GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે.
Vivo T2x 5G: આ સ્માર્ટફોન પણ સારો ઓપ્શન છે. ફોનના 4GB રેમ અને 128GB વેરિઅન્ટની કિંમત 14,990 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 120Hz, MediaTek Dimensity 6020 SoC અને 5000 mAh બેટરીના રિફ્રેશ રેટ સાથે 6.58 ઇંચની FHD પ્લસ ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે જેમાં પ્રાથમિક કેમેરા 50MP છે.
Samsung Galaxy M14 5G: આ ફોનની કિંમત 14,990 રૂપિયા છે. તેમાં 90Hz, 6000 mAh બેટરી અને Exynos 1330 SoCના સપોર્ટ સાથે 6.6-ઇંચની FHD પ્લસ પેનલ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP કેમેરા છે.
POCO M6 Pro 5G: આ ફોનમાં 120 ના રિફ્રેશ રેટ, ડ્યૂઅલ કેમેરા સેટઅપ અને 5000 mAh બેટરી સાથે 6.79 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 4 Gen 2 ચિપસેટ અને 8MP ફ્રન્ટ કેમેરા છે. ફોનના 4/64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે.