BSNLનાં પાંચ સૌથી સસ્તાં ઇન્ટરનેટ પ્લાન, ફ્રી કૉલિંગથી લઇને મેસેજ સુધીની સુવિધા મળશે 50 રૂપિયામાં ઓછામાં
BSNL Recharge Plans: ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની પાસે પોતાના ગ્રાહકો માટે કેટલાય રિચાર્જ પ્લાન અવેલેબલ છે. બીએસએનએલ 100 રૂપિયાથી ઓછામાં રિચાર્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 200 રૂપિયાથી ઓછામાં રિચાર્જ પણ અવેલેબલ છે. બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે. આ પ્લાનમાં કૉલ, ડેટા જેવી સુવિધાઓ મળે છે. જાણો શું છે ડિટેલ્સ....
Download ABP Live App and Watch All Latest Videos
View In App108 રૂપિયા વાળો પ્લાન - બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે, આ પ્લાનમાં 1 જીબી ડેટા મળે છે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
118 રૂપિયા વાળો પ્લાન - આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે, આ રિચાર્જ પ્લાનમાં લૉકલ અને એસટીડી નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલ ઓફર કરવામાં આવે છે. સાથે જ 0.5 જીબી ડેટા મળે છે.
147 રૂપિયા વાળો પ્લાન - બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ લૉકલ અને એસટીડી રૉમિંગ કૉલ મળે છે, સાથે જ 10 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે.
184 રૂપિયા વાળો પ્લાન - આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલ અને Lystn પૉડકાસ્ટ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
187 રૂપિયા વાળો પ્લાન - 187 રૂપિયા વાળો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા અને 100 એસએમએસ દરરોજ મળે છે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે.