Gmail પર સિગ્નેચર કઇ રીતે સેટ કરશો ? શું છે ફાયદો ? ફોન, કૉમ્પ્યુટર અને IOS પર આ રીતે થશે
How to set Signature on Gmail Account: ટેક જાયન્ટ્સ ગૂગલ પોતાના યૂઝર્સ કંઇકને કંઇક નવા નવા ફિચર્સની ભેટ આપતુ રહે છે, હવે કડીમાં વધુ એક ખાસ ફિચર છે સિગ્નેચર. જીમેઇલ પર સિગ્નેચર સેટ કરવાથી તમારો મેઇલ અને ફૉર્મલ અને વધુ યૂનિક લાગે છે. સાથે જ રિસીવરને તમારા વિશે આનાથી વધુ જાણકારી મળી જાય છે. જેમ કે નંબર, એડ્રેસ વગેરે વગેરે......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું તમે જાણો છો કે તમે તમારા દરેક ઈમેલમાં સિગ્નેચર સેટ કરી શકો છો ? જો નહીં, તો આજે અમે તમને આના વિશે જણાવીશું. સિગ્નેચર સાથે તમે તમારા મનપસંદ ક્વૉટ અથવા અન્ય કૉન્ટેક્ટની ડિટેલ્સ પણ આમાં મૂકી શકો છો. આનો ફાયદો એ છે કે મેળવનારને તમારા વિશે વધુ માહિતી મેઇલ પર જ મળી જાય છે. જેમ કે જો તમે નંબર અથવા એડ્રેસ સેટ કર્યું હોય.
દરેક મેઇલમાં મેન્યૂઅલી સિગ્નેચર એડ કરવી એ એક મોટો માથાનો દુખાવો છે. એટલા માટે ગૂગલે જીમેઇલ પર લોકોને એક ઓપ્શન આપ્યો છે, જેની મદદથી તેઓ મેલમાં ફૂટર (મેઇલના અંતે) તેમના સિગ્નેચર અથવા અન્ય કંઈપણ એડ કરી શકે છે. વેબ પર જીમેલ યૂઝર્સ સિગ્નેચર બૉક્સમાં 10,000 જેટલા અક્ષરો લખી શકે છે.
વેબ પર જીમેલમાં સિગ્નેચર એડ કરવા માટે પહેલા જીમેલ એકાઉન્ટ ઓપન કરો અને સેટિંગ ઓપ્શન પર જાઓ અને સિગ્નેચર ઓપ્શન પર આવો. હવે અહીં તમે કોઈપણ વર્ડ, લાઇન અથવા ક્વૉટ એડ કરી શકો છો. સેવ કરવા પર નેક્સ્ટ ટાઇમથી દરેક મેઈલની નીચે લખવામાં આવશે. યૂઝર્સ વેબ પર એક કરતાં વધુ સિગ્નેચર પણ સેટ કરી શકે છે.
એન્ડ્રૉઇડ ફોનમાં સિગ્નેચર સેટ કરવા માટે સૌથી પહેલા જીમેલ પર આવો અને ઉપર બતાવાયેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો. હવે તે Google એકાઉન્ટ સિલેક્ટ કરો જેના માટે તમે સિગ્નેચર સેટ કરવા માંગો છો. આ પછી સિગ્નેચરનો ઓપ્શન આવવો જોઈએ અને તેને લખીને તેની પુષ્ટિ કરવી જોઈએ. આમ કરવાથી જીમેલ એકાઉન્ટ માટે સિગ્નેચર સેટ થઈ જશે.
iOS આ કરવા માટે Gmail પર જાઓ અને સેટિંગમાં આવો અને 'કમ્પૉઝ અને રિપ્લાય'ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને સિગ્નેચર સેટ કરવાનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો અને સિગ્નેચર સેટ કરો. ધ્યાન રાખો, Android અને IOS પર તમે ફક્ત એક જ સિગ્નેચર સેટ કરી શકશો. આ ઉપરાંત અહીં તમને વેબની જેમ સિગ્નેચરની સ્ટાઇલ, ફૉર્મેટ વગેરે બદલવાની ફેસિલિટી પણ મળશે નહીં. જો તમે મોબાઈલ પર સિગ્નેચર સેટ કર્યા નથી, તો આવામાં તમારું Gmail એકાઉન્ટ તેના વેબ પર સેટ કરેલા દરેક મેલમાં તે સિગ્નેચર મોકલશે. જ્યારે તમે વેબ પર સિગ્નેચર સેટ કરશો ત્યારે પણ આવું થશે.