આ છે માર્કેટના બેસ્ટ ઇન્ટરનેટ રિચાર્જ પ્લાન, જાણો Jio-Airtel-Vi-BSNLનો કયો પ્લાન છે સૌથી સારો.....
નવી દિલ્હીઃ માર્કેટમાં જિઓના સસ્તા પ્લાન આવ્યા બાદ અન્ય કંપનીઓ પણ કૉમ્પિટીશનમાં ઉતરી ગઇ છે. આ કારણે માર્કેટમાં ટેલિકૉમ સેક્ટરમાં હાલમાં જોરદાર પ્રતિસ્પર્ધા શરૂ થઇ ગઇ છે. એરટેલથી લઇને જિઓ અને વીઆઇ અને બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ફાયદાવાળા પ્લાન લઇને આવ્યા છે. જો તમે એક સારો પ્લાન ઇચ્છી રહ્યાં છો તો અહીં અમને તમને બેસ્ટ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જાણો કઇ કંપનીનો ઇન્ટરનેટ પ્લાન છે એકદમ બેસ્ટ......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJio પ્લાન..... જો તમે જિઓનો 309 રૂપિયા વાળો ઇન્ટરનેટ પ્લાન ખરીદો છો, તો તમારા માટે આ ખુબ સારો પ્લાન રહેશે. આમાં તમને 56GB ડેટા 56 દિવસની વેલિડિટીની સાથે મળશે, એટલે કે તમને ડેલી 1GB ડેટા મળશે. આની સ્પીડ 4G વાળી છે. અને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ તમને મળી રહી છે. જિઓનો આ પ્રીપેડ પ્રાઇસ પ્લાન છે.
Airtel પ્લાન...... તમે એરટેલનો ઇન્ટનેટ પ્લાન લેવા ઇચ્છો તો તમને 549 રૂપિયામાં શાનદાર પ્લાન મળી જશે. પ્લાનમાં 70GB ડેટા એટલે કે 4G સ્પીડની હિસાબથી 2.5GB આપવામાં આવશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે.
Vodafone પ્લાન..... વૉડાફોન કસ્ટમર્સ 244 રૂપિયામાં શાનદાર પ્લાન લઇ શકો છો. આ પ્લાનમાં તમને 70GB ડેટા મળશે, અને 70 દિવસની વેલિડિટી છે. એટલે કે દરરોજ 1GB ડેટાનો તમે યૂઝ કરી શકો છો. આમાં 3G/4Gની સ્પીડથી આ ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં વૉડાફોન નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
BSNL પ્લાન..... બીએસએનએલ યૂઝર્સ જો વધુ ડેટાનો ઉપયોગ કરા હોય તો તમે 666 રૂપિયા વાળો પ્લાન ખરીદી શકો છો. આમાં ડેલી 2GB ડેટા એટલે કે કુલ 120GB ડેટા મળશે. આની સ્પીડ 2G/3G હશે. પ્લાનની વેલિડિટી 60 દિવસની છે. આમાં તમને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. તમને 300 મિનીટ ડેલી કૉલની સુવિધા આપવામાં આવી રહી છે. પૉસ્ટપેડ અને પ્રી-પેડ બન્નેમાં આ પ્લાન અવેલેબલ છે.