Best laptop: એક સારુ લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા પાંચ બેસ્ટ ઓપ્શન
Best laptop: આ લેખમાં અમે તમને 50,000 થી 60,000 રૂપિયાની વચ્ચેના કેટલાક હાઇ એન્ડ પરફોર્મિંગ લેપટોપ વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ. તમે તેનો ઉપયોગ ગેમિંગથી લઈને કોડિંગ સુધીની દરેક માટે કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમને ગેમિંગ લેપટોપ જોઈતું હોય તો HP Victus બેસ્ટ ઓપ્શન છે. આ લેપટોપ 6-કોર AMD Ryzen 5 5600H અને 4 GB AMD Radeon RX 6500M ગ્રાફિક્સથી સજ્જ છે જે હાઇ ગ્રાફિક્સ સાથે ગેમ રમવાનો બેસ્ટ એક્સપીરિયન્સ આપે છે. લેપટોપમાં તમને 144Hz ના રિફ્રેશ રેટ સાથે 15.6-ઇંચની ડિસ્પ્લે મળે છે. મેમરી વિશે વાત કરીએ તો તમને લેપટોપમાં 8GB DDR4 રેમ અને 512GB PCIe Gen4 NVMe SSD સપોર્ટ મળે છે. આ લેપટોપની કિંમત- 53,990 રૂપિયા છે.
Lenovo ThinkPad E14: આ લેપટોપનું વજન 1 કિલોગ્રામથી વધુ છે. આમાં તમને AMD Ryzen 5 7530U પ્રોસેસર, AMD Radeon ગ્રાફિક્સ અને 14 ઇંચ WUXGA IPS ડિસ્પ્લે મળે છે. લેપટોપની કિંમત 57,990 રૂપિયા છે જે 16GB DDR4 રેમ અને 512GB SSDને સપોર્ટ કરે છે.
HP Pavilion X360 11th Gen Intel Core i3: આ લેપટોપની કિંમત 52,490 રૂપિયા છે. આ લેપટોપની ખાસ વાત તેની 14 ઈંચની મલ્ટી ટચ ડિસ્પ્લે છે. તેમાં Intel UHD ગ્રાફિક્સ, 8GB RAM અને 512GB SSD છે. તમે આ લેપટોપની સ્ક્રીનને 360 ડિગ્રી પર મૂવ કરી શકો છો
Acer Aspire 5 Gaming Laptop: આમાં તમને Intel Core i5-1335U પ્રોસેસર, NVIDIA GeForce RTX 2050 ગ્રાફિક્સ અને 14 ઇંચની ડિસ્પ્લે મળે છે. આ લેપટોપની કિંમત 54,990 રૂપિયા છે.
જો તમને 50,000થી ઓછું સારું લેપટોપ જોઈતું હોય તો Xiaomi Notebook Ultra Max એક સારો વિકલ્પ છે. આમાં તમને 11th Gen Intel Core i5-11320H પ્રોસેસર, 90hz ના રિફ્રેશ રેટ સાથે 15.6 ઇંચની સ્ક્રીન અને 16GB રેમ અને 512GB SSD મળે છે. આ લેપટોપની કિંમત 48,990 રૂપિયા છે.