Photos: ભારતમાં આવ્યો ASUS 8z, હાઇટેક ફિચર્સ સાથે ચીની ફોન્સને આપશે ટક્કર, જાણો ખરીદવા માટે શું છે ઓફર........
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવનારી કંપની આસુસે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનો સીધો મુકાબલો વનપ્લસ અને રેડમીના પ્રીમિયમ સ્માર્ટફોન સાથે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા આમાં ફિચર્સની વાત કરીએ તો આમાં 8જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 5.92 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. વળી કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
આમાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે અને બીજો કેમેરો 12 મેગાપિક્સલ છે. વળી ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનમાં ક્વૉલકૉમનુ સ્નેપડ્રેગન 888 ચિપસેટ આપવામાં આવ્યુ છે. આસુસ 8 ઝેડને પાવર આપવા માટે આમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ડ્યૂલ નૈનો સિમ સપોર્ટ અને 5જી કનેક્ટિવિટી સાથે આવે છે.
ફોન ગૂગલની એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામે કરે છે. ફોનનુ કુલ વજન 169 ગ્રામ છે. ફોન IP68 ડસ્ટ એન્ડ વૉટર રેસિસ્ટન્સ રેટિંગની સાથે આવે છે. આનો Moto Edge 3 pro, OnePlus 9RT 5G, iQOO 9 5G, Xiaomi 11T Pro 5G Hyperphone વગેરે ફોન સાથે થવાનો છે.
શું છે ફોનની કિંમત - આની કિંમત 42999 રૂપિયા રાખવામાં આવી છે, આની પહેલી સેલ 7 માર્ચે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર થશે.
ઓફર્સની વાત કરીએ તો, આને સ્લાઇસ વીઝા ક્રેડિટ કાર્ડ, યશ બેન્ક કાર્ડ, આઇડીએફસી ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ તરતર જ આપવામા આવી રહ્યું છે. વળી આની સાથે ગૂગલ નેસ્ટ મિની ખરીદવી છે તો આ તમને માત્ર 1999 રૂપિયામાં મળી જશે.
આ ઉપરાંત ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી આ ફોન ખરીદવા પર 5 ટકાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આને ક્રેડિટ કાર્ડથી 1470 રૂપિયા મહિનાની EMI પર ખરીદી શકાય છે.