10,000 રૂપિયા સુધીની કિંમતમાં મળી રહ્યાં છે આ બેસ્ટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ વિશે...
Smartphones Under 10K: દેશમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા સતત વધતી જાય છે. તેના કારણે દુનિયાભરની તમામ કંપનીઓ ભારતીય માર્કેટમાં ઓછી કિંમતવાળા દમદાર સ્માર્ટફોન ઉતારી રહી છે. જો તમે ઓછા બજેટમાં સારા અને લેટેસ્ટ ફિચર્સ વાળા ફોન ખરીદવાનુ વિચારી રહ્યા છો તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને એવા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને માર્કેટમાં 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં લેટેસ્ટ ફિચર્સ સાથે મળી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi 9 Prime- ચીનની શ્યાઓમી કંપનીનો આ દમદાર ફોન છે. કંપનીનો આ Redmi 9 Prime સ્માર્ટફોન તમને 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. આમાં 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, Helio G80 પ્રૉસેસર 5020 mAhની બેટરી આપવામાં આવી છે. આમાં 4GB રેમ અને 64GB સ્ટૉરેજ ઉપરાંત 4 કેમેરાનો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, અને સાથે બેસ્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
Samsung Galaxy M01s- સેમસંગનો આ સ્માર્ટફોન તમને 8,999 રૂપિયામાં મળી જશે. આ સ્માર્ટફોનમાં 3GB રેમ અને 32GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 5.7 ઇંચની ડિસ્પ્લે વાળો આ સ્માર્ટફોન બે કેમેરાનો રિયર કેમેરા સેટઅપ અને બેસ્ટ ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. આમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે.
Oppo A5s- ઓપ્પોનો આ સ્માર્ટફોન બજેટ કેટેગરીમાં ખુબ ધમાલ મચાવી રહ્યો છે, આની કિંમત 9000 રૂપિયા છે. ફિચર્સની વાત કરીએ તો આમાં 3GB રેમ અને 32GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લેની સાથે 2 કેમેરાનો રિયર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 4230 mAhની દમદાર બેટરી છે.
Realme C11- રિયલમીનો આ સ્માર્ટફોન સૌથી સસ્તા ફોનમાં સામેલ છે. આની કિંમત લગભગ 7500 રૂપિયા છે. આમાં 3GB રેમ અને 32GB સ્ટૉરેજની સાથે 5000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોન એડવાન્સ ટેકનોલૉજી પર આધારિત છે, અને આની ડિઝાઇન ખુબ આકર્ષક છે. જો તમારુ બજેટ ઓછુ છે તો આ બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.