Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
8GB રેમની સાથે મળી રહ્યાં છે આ શાનદાર Smartphone, કિંમત 20,000 રૂપિયાથી ઓછી, જુઓ.......
Smartphones under 20K: આજે તમને કેટલાક એવા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં તમને 8GB રેમ મળી રહી છે. આ ઉપરાંત આમાં કેટલાક શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે, જે તમને ખુબ ઇમ્પ્રેસ કરી શકે છે. ખાસ વાત છે કે આમાં કેટલાક 5G સ્માર્ટફોન પણ સામેલ છે. આ તમામની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે. જો તમારુ બજેટ ઓછુ છે તો તમે શાનદાર સ્માર્ટફોન ખરીદી શકો છો, તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRealme 8 5G- રિયલમીનો આ 5G સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટૉરેજ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ દેશનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન પણ બની ગયો છે. આમાં 6.5 ઇંચની મોટી ડિસ્પ્લે, બેસ્ટ કેમેરા સેટઅપ, 5000mAhની બેટરી મળી રહી છે. તમે આ ફોનને 16,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Oppo F17 Pro- ઓપ્પોનો આ ફોન 4G સ્માર્ટફોન છે, પરંતુ ખુબ જબરદસ્ત ફિચર્સ આપવામાં આવ્યા છે. F17 Proમાં તમને 8GB રેમ અને 128GB સ્ટૉરેજ મળી રહ્યું છે. આ ઉપરાંત ફોનમાં 6.43 ઇંચની ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો P95 પ્રૉસેસર, ચાર કેમેરાનો જબરદસ્ત રિયર કેમેરા સેટઅપ, ડબલ ફ્રન્ટ કેમેરાની સાથે 4015mAhની બેટરી છે. આ ફોનની કિંમત 17,990 રૂપિયા છે.
Infinix Zero 8i- ઇનફિનિક્સનો આ સ્માર્ટફોન ફિચર્સના મામલે ખુબ જબરદસ્ત છે. 6.85 ઇંચની ડિસ્પ્લે વાળા આ સ્માર્ટફોનમાં 8GB રેમ અને 128GB સ્ટૉરેજ, મીડિયાટેક હીલિયો G90T પ્રૉસેસર, ત્રિપલ રિયર કેમેરા સેટઅપ, ડ્યૂલ ફ્રન્ટ કેમેરા છે. આમાં 4500mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 15,999 રૂપિયા છે.
Vivo Y51- વીવોનો આ સ્માર્ટફોન 8GB રેમ વાળી કેટેગરીમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આમાં 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. અન્ય ફિચર્સની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 6.58 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રૉસેસર, ત્રણ કેમેરાનો રિયર સેટઅપ, 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 5000 mAhની બેટરી છે. આની કિંમત 17,990 રૂપિયા છે.