WhatsApp ના 10 કમાલના ફિચર્સ, તમે કેટલા કર્યા છે યૂઝ ?
Big Update With WhatsApp Features: વૉટ્સએપે આ વર્ષે કેટલાય શાનદાર ફિચર્સ લૉન્ચ કર્યા છે. તમે કદાચ આમાંની કેટલીક સુવિધાઓ ચૂકી ગયા છો. આ આર્ટિકલમાં અમે તમને કંપનીના 10 એવા શાનદાર અને ખાસ કામના ફિચર્સ વિશે માહિતી આપી રહ્યાં છે, જેનો યૂઝ તમારા માટે કામનો સાબિત થશે. જાણો કમાલના ફિચર્સ વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વભરમાં 3 અબજથી વધુ લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની યૂઝર એક્સપીરિયન્સ અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે સમયાંતરે નવા ફિચર્સ લૉન્ચ કરે છે. કંપનીએ 2023માં અત્યાર સુધીમાં કેટલાય અદભૂત ફિચર્સ લૉન્ચ કર્યા છે. જો તમે આમાંના કોઈપણ ફિચરનો ઉપયોગ નથી કર્યો તો તમે તેને એકવાર અજમાવી શકો છો.
વૉઈસ નૉટ અને પિન ચેટ્સ: તમે વૉટ્સએપ પર સ્ટેટસ તરીકે વૉઈસ નૉટ અને એપની ટોચ પર મહત્વપૂર્ણ ચેટ્સ પિન કરી શકો છો. તમે સ્ટેટસમાં 30 સેકન્ડની વૉઇસ નૉટ સેટ કરી શકો છો.
એડિટ મેસેજ અને કૉમ્પેનિયન મૉડઃ વૉટ્સએપે થોડા સમય પહેલા યૂઝર્સને મેસેજ એડિટ કરવાની સુવિધા આપી છે. આ અંતર્ગત તમે આગામી 15 મિનિટ માટે ખોટી રીતે મોકલેલા સંદેશાને એડિટ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ એકથી વધુ ડિવાઇસ પર કરી શકો છો. આ માટે તમને Link device નો ઓપ્શન મળશે.
ચેટ લૉક અને એચડી ફોટોઃ વૉટ્સએપમાં તમે ચેટ લૉક દ્વારા તમારી સોસી ચેટ્સને લોક કરી શકો છો. આ ઉપરાંત હવે તમે એચડી ક્વૉલિટી ફોટો અને વીડિયો પણ એકબીજાને મોકલી શકો છો.
સાયલન્સ અનનૉન કૉલઃ જો તમને વૉટ્સએપ પર અજાણ્યા નંબરોથી ઘણા બધા કૉલ આવે છે, તો તમે કંપનીના નવા ફિચરનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી તમે અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સને સાયલન્ટ કરી શકશો અને તમને કોઈ ખલેલ નહીં પડે.
ચેનલ્સ અને સ્ક્રીન શેરઃ વૉટ્સએપે તાજેતરમાં ભારતમાં ચેનલ્સ ફિચર લાઈવ કર્યું છે. તેની મદદથી તમે તમારા મનપસંદ સેલેબ્સ, ક્રિએટર્સ અને સંસ્થાઓ સાથે જોડાઈ શકો છો. આ ઉપરાંત કંપનીએ યૂઝર્સને વીડિયો કૉલ દરમિયાન સ્ક્રીન શેર કરવાની સુવિધા પણ આપી છે. તેની મદદથી તમે વીડિયો કૉલમાં મિત્રો સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકો છો.
નવું લેઆઉટઃ ટૂંક સમયમાં કંપની વૉટ્સએપનું લેઆઉટ બદલવા જઈ રહી છે. આવનારા સમયમાં તમને ચેટ, સ્ટેટસ, કૉમ્યૂનિટી વગેરેનો ઓપ્શન ટોચની જગ્યાએ સૌથી નીચે મળશે.