BSNLનો હોળી ધડાકો: 425 દિવસ માટે ફ્રી કોલિંગ સાથેનો પ્લાન લોન્ચ, Airtel-Viની ઊંઘ ઉડી

સરકારી ટેલિકોમ કંપની BSNLએ હોળીના તહેવાર પહેલાં જ પોતાના ગ્રાહકો માટે એક મોટી ભેટ રજૂ કરી છે.

કંપનીએ 425 દિવસની વેલિડિટી વાળો એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જે ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે ચિંતાનું કારણ બની શકે છે. BSNLનો આ પ્લાન ખાસ કરીને લાંબી વેલિડિટી અને સસ્તા રિચાર્જ પ્લાનની શોધમાં રહેલા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

1/5
જ્યારે ખાનગી ટેલિકોમ કંપનીઓ સામાન્ય રીતે તેમના રિચાર્જ પ્લાનમાં મહત્તમ 365 દિવસની વેલિડિટી ઓફર કરે છે, ત્યારે BSNL 425 દિવસની વેલિડિટી સાથે આ પ્લાન લઈને આવ્યું છે, જે એક મોટો ધડાકો માનવામાં આવે છે.
2/5
આ પ્લાન એવા સમયે લોન્ચ કરવામાં આવ્યો છે જ્યારે ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધા ખૂબ જ વધી રહી છે અને ગ્રાહકો આકર્ષક અને સસ્તા પ્લાનની શોધમાં છે.
3/5
BSNL પાસે પહેલાથી જ વિવિધ વેલિડિટીવાળા પ્લાન ઉપલબ્ધ છે, જેમાં 70 દિવસથી લઈને 365 દિવસ સુધીના પ્લાનનો સમાવેશ થાય છે. પરંતુ 425 દિવસની વેલિડિટી વાળો આ નવો પ્લાન કંપનીના પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ પ્લાન ગ્રાહકોને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે અને લાંબા સમય સુધી સસ્તી કિંમતે કનેક્ટેડ રહેવાની સુવિધા આપશે.
4/5
BSNLના આ નવા 425 દિવસના રિચાર્જ પ્લાનની કિંમત માત્ર રૂ. 2399 છે. આ પ્લાનમાં ગ્રાહકોને 425 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગની સુવિધા મળશે. સાથે જ, પ્લાનમાં 100 SMS અને કુલ 850GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. એટલે કે, ગ્રાહકો દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકશે. વધુ ડેટા વાપરનારા ગ્રાહકો માટે પણ આ પ્લાન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
5/5
BSNL દ્વારા આ પ્લાન મર્યાદિત સમય માટે જ રજૂ કરવામાં આવ્યો છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હો, તો તમારે 31 માર્ચ, 2025 પહેલાં આ પ્લાન ખરીદવો પડશે. આ પ્લાન BSNLના ગ્રાહકોને આકર્ષવામાં અને ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી રહેવામાં મદદરૂપ થશે તેવી શક્યતા છે.
Sponsored Links by Taboola