BSNL યૂઝર્સને પડી જશે મોજ, ખાસ ઓફરને લંબાવી, દરરોજ મળશે 3GB ડેટા
BSNL યૂઝર્સને પડી જશે મોજ, ખાસ ઓફરને લંબાવી, દરરોજ મળશે 3GB ડેટા
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
BSNL એ અંદાજે તેના લગભગ 1 કરોડ વપરાશકર્તાઓને ખુશ કર્યા છે. સરકારી ટેલિકોમ કંપનીએ તેની ક્રિસમસ અને નવા વર્ષની ઓફર 31 જાન્યુઆરી, 2026 સુધી લંબાવી છે. BSNL એ તેના સૌથી સસ્તા પ્લાન પર 3GB દૈનિક ડેટા અને 2.5GB દૈનિક ડેટા 31 જાન્યુઆરી સુધી આપવાનું વચન આપ્યું છે.
2/6
કંપનીએ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ જાહેરાત કરી છે. જો કે, તેણે તેના અન્ય ત્રણ પ્લાન પર વધારાના ડેટા સાથેની ઑફર્સ અંગે કોઈ માહિતી શેર કરી નથી. BSNLની આ જાહેરાતની સરકારી કંપનીના યૂઝર્સ ખૂશ થઈ જશે.
3/6
BSNL ક્રિસમસ અને નવા વર્ષ માટે તેના ચાર રિચાર્જ પ્લાન પર વધારાનો દૈનિક ડેટા ઓફર કરી રહ્યું હતું. આ ઑફર 4 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. BSNL એ જાહેરાત કરી હતી કે તે STV 225, STV 347, STV 485 અને PV 2399 રિચાર્જ પ્લાન પર તેના હાલના દૈનિક ડેટા ઉપરાંત 0.5GB વધારાનો ડેટા ઓફર કરશે. આ પ્રીપેડ પ્લાન અનલિમિટેડ કૉલિંગ, ફ્રી રાષ્ટ્રીય રોમિંગ અને દરરોજ 100 મફત SMS સંદેશા જેવા લાભો સાથે આવે છે.
4/6
BSNL એ તેના રૂ 225ના પ્રીપેડ પ્લાનના 31 જાન્યુઆરી, 2026 સુધી વિસ્તરણની જાહેરાત કરી છે. આ પ્લાનમાં 2.5 જીબી દૈનિક ડેટા મળશે. 31 જાન્યુઆરી સુધીમાં આ પ્લાન રિચાર્જ કરવાથી યુઝર્સને 3 જીબી દૈનિક હાઇ-સ્પીડ ડેટા મળશે. અન્ય ફાયદાઓમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને 100 ફ્રી એસએમએસ મેસેજનો સમાવેશ થાય છે. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે.
5/6
BSNLના અન્ય પ્લાનની વાત કરીએ તો STV 347, STV 485 અને PV 2399 દૈનિક 2 જીબી ડેટા ઓફર કરે છે. અગાઉ, આ પ્લાનમાં 3 જીબી દૈનિક ડેટા ઓફર કરવામાં આવતો હતો.
Continues below advertisement
6/6
દૈનિક ડેટાની સાથે, યુઝર્સને 100 ફ્રી એસએમએસ મેસેજ, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ પણ મળે છે. બીએસએનએલનો એસટીવી 347 પ્લાન 50 દિવસની વેલિડિટી, STV 485 પ્લાન યુઝર્સને 72 દિવસની વેલિડિટી અને PV 2399માં 365 દિવસની વેલિડિટી આપે છે.
Published at : 06 Jan 2026 05:23 PM (IST)