BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
જ્યારથી નવા યુઝર્સ BSNL માં જોડાઈ રહ્યા છે ત્યારથી કંપની નવી સેવાઓ ઓફર કરી રહી છે. BSNL પણ તેના 4G નેટવર્કને સ્થિર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. BSNL એ લગભગ 51 હજાર નવા 4G ટાવર લગાવ્યા છે. BSNLનું આ પગલું લાખો યુઝર્સને મોટી સુવિધા આપવા જઈ રહ્યું છે. દરમિયાન, BSNL તેના ગ્રાહકો માટે 3600GB ડેટા સાથેનો પ્લાન લઈને આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે સરકારી ટેલિકોમ કંપનીએ તેના યુઝર્સ માટે એક ખાસ પ્લાન રજૂ કર્યો છે જેઓ ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે. BSNL તેના બ્રોડબેન્ડ યુઝર્સ માટે 999 રૂપિયાનો શાનદાર પ્લાન લઈને આવ્યું છે.
આ પ્લાનમાં કંપનીએ લાંબી વેલિડિટીની સાથે ઘણો ડેટા પણ આપ્યો છે. જો તમે BSNL બ્રોડબેન્ડ યુઝર છો, તો હવે તમને 999 રૂપિયામાં 3 મહિનાની લાંબી વેલિડિટી સાથેનો પ્લાન પણ મળશે.
BSNL તેના નવા પ્લાનમાં ગ્રાહકોને 3600G ડેટા ઓફર કરી રહી છે. મતલબ કે તમને દર મહિને 1200GB ડેટા મળે છે. જો આ પ્લાનમાં ઉપલબ્ધ ડેટા સ્પીડ વિશે વાત કરીએ તો આમાં તમને 25mbpsની સ્પીડ પર 3600GB ડેટા મળે છે. BSNLના આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં તમને ફ્રી કોલિંગની સુવિધા મળે છે.
BSNL એ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર આ પ્લાન વિશે ટ્વિટ પણ કર્યું છે. ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, તમને 4Mbpsની સ્પીડ મળશે. તમે આ પ્લાન BSNA ની ઓફિશિયલ વેબસાઈટ અને સેલ્ફ કેર એપ દ્વારા લઈ શકો છો.