15000 રૂપિયાથી ઓછામાં આવે છે આ બેસ્ટ બેટરી બેકઅપ વાળા 5 સ્માર્ટફોન, જાણો ફિચર્સ ને કિંમત વિશે.......
નવી દિલ્હીઃ જો તમે એક બજેટ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, અને ચિંતામાં છો, તો અહીં અહીં તમને બેસ્ટ ફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ. અહીં બતાવવામાં આવેલા ફોનની કિંમત તમારા બજેટમાં એટલે કે 15000ની અંદરની છે અને સાથે સાથે સારો બેટરી બેકઅપ પણ આપી રહ્યાં છે. જાણો આ સ્માર્ટફોન વિશે.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્યાઓમી રેડમી 11 પ્રાઇમ - શ્યાઓમી રેડમી 11 પ્રાઇમની બેટરી બેકઅપ 5000 mAh ની છે. આમાં 4જીબી રેમ અને 128 જીબી મેમરી આપવામા આવી છે. આમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળે છે અને સાથે જ યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આમાં 5 MP નો રિયર કેમેરો અને 2 MPનો ડ્યૂલ પ્રાઇમરી કેમેરો છે. આની સાથે જ આમાં ફાસ્ટ ચાર્જિંગની પણ સુવિધા પણ આપવામાં આવી છે.
આઇક્યૂ ઝેડ5 4જી - iQOO Z6 4Gનો બેટરી બેકઅપ 5000 mAh છે. આમાં પણ 4,6,8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યો છે, અને આમાં 50 મેગાપિક્સલનો ત્રિપલ રિયર કેમેરો મળે છે. આની સાથે જ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 5G સપોર્ટ નથી કરતો અને તમે જો ડિવાઇસના સેલ્યૂલર નેટવર્કને અપગ્રેડ કરવા માંગો છો તો તે નહીં થઇ શકે.
વીવો ટી1 44ડબલ્યૂ - વીવો T1 44W (4+128GB)નો બેટરી બેકઅપ 5000 mAh છે. આની 4 જીબી રેમ વાળુ મૉડલ 15000 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ મળે છે. આની સ્ક્રીન 6.58 ઇંચની એચડી ડિસ્પ્લે સ્ક્રીન છે. આમાં 16 MP નો સેલ્ફી કેમેરો અને 50 MP નો પાવર આપવા વાળો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એમ13 - સેમસંગે ગેલેક્સી M13નો બેટરી બેકઅપ 6000 mAh છે. જો તમે એવો ફોન ઇચ્છો છે કે જે એકવાર ચાર્જ કરવા પર 1.5 દિવસ સુધી કામ કરે, તો આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. આ ફોનમાં એક ખરાબ વાત એ છે કે આને પુરેપુરો ચાર્જ થવામાં 1.5 કલાકનો સમય લાગે છે, પરંતુ ખુબી એ છે કે આને વારંવાર ચાર્જિંગ પર લગાવવાની જરૂર પડતી.
રિયલમી નારજો 50એ પ્રાઇમ - રિયલમી Narzo 50A પ્રાઇમની બેટરી બેકઅપ 5000 mAh છે. આ એક સિંગલ ચાર્જમાં આખો દિવસ કામ કરી શકે છે. કંપની અનુસાર, આમાં 18 વૉટનું ફ્લેશ ચાર્જર આપવામાં આવ્યુ છે, જે આના ચાર્જિંગ ટાઇમને ઓછો કરી શકે છે. આમાં 6.6 ઇંચની સુપર એચડી ડિસ્પ્લે મળે છે અને 50 MP નો ત્રિપલ એઆઇ રિયર કેમેરો અને 8 MP નો ફ્રન્ટ કેમેરો છે.