Chandrayaan-3: ISROએ નવા મૂન મિશનણી તસવીરો કરી શેર, જુઓ 'ચંદ્રયાન-3'ના ફોટા
ઈસરોએ ચંદ્રયાન-3 મિશનની નવી તસવીરો જાહેર કરી છે. આ તસવીરોમાં 'ચંદ્રયાન-3'ના તમામ જરૂરી ઉપકરણો જોઈ શકાશે. ચાલો આ તસવીરો જોઈએ અને સમજીએ કે ભારતનું 'ચંદ્રયાન-3' મિશન શું છે, જે આવતા મહિને લોન્ચ થવાનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદ્રયાન-3 મિશન વિશે જાણવા માટે ચંદ્રયાન-2 મિશનને સમજવું પડશે. સપ્ટેમ્બર 2019માં ચંદ્રયાન-2 મિશન દરમિયાન ISROનું લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. જેના કારણે ચંદ્ર પર વાહન ઉતારવાનો ભારતનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
આ વખતે ચંદ્રયાન-3ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. તેનો હેતુ ચંદ્ર પર સુરક્ષિત ઉતરાણ સહિતની સપાટી પર ચાલવાની ક્ષમતાઓ દર્શાવવાનો છે.
ચંદ્રયાન-3 મિશન અંગે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વખતે મિશનમાં વધારાના સેન્સર ઉમેરવામાં આવ્યા છે. ઝડપ માપવા માટે ચંદ્રયાન-3માં 'લેસર ડોપ્લર વેલોસિમીટર' સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
ISROના વડાના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશનને પહેલા કરતાં વધુ બળતણ ક્ષમતા અને મજબૂત લેન્ડિંગ પગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
મિશનની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. એસ સોમનાથે કહ્યું કે મિશનને લગતી અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. મિશન લોન્ચ માટે LVM-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.