Photos: તસવીરોમાં જુઓ કેવો દેખાય છે દુનિયાનો પહેલો Coca-Cola સ્માર્ટફોન.....
Coca-Cola Phone Photos: રિયલમીએ થોડાક દિવસો પહેલા માર્કેટમાં પોતાનો કોકા-કોલા એડિશન સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો. આ સ્માર્ટફોનની કિંમત 20,999 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનમાં દુનિયાભરમાં કોકા-કોલાનો પહેલો સ્માર્ટફોન છે. કંપનીએ રિયલમીની સાથે કૉલોબોરેશન કર્યુ છે અને આ ફોન 2 ટૉન રેડ અને બ્લેક કલરમાં આવે છે. રિયલમી 10 pro 5g કોકા-કોલા એડિશનમાં તમને બેક સાઇડ પ બન્ને કંપનીની બ્રાન્ડિંગ મળે છે. (YouTube)
આ સ્માર્ટફોનની સાથે તમને ઘણા બધા સ્ટીકર અને કેટલાક પસંદગીના લોકોને realmeow કોકા-કોલા ફિગર આપવામાં આવે છે. આ ફોનની પેકેજિંગ અન્ય સ્માર્ટફોનની સરખામણીમાં બહુજ અલગ છે. તમને ફોનના બૉક્સમાં ઘણી જગ્યાઓ પર કોકા-કોલા નામ છુપાયેલુ મળે છે. (YouTube)
આમ તો આ સ્માર્ટફોનમાં ફિચર્સ પહેલા લૉન્ચ થઇ ચૂકેલા રિયલમી 10 પ્રૉ 5Gના જ છે. બસ આમાં તમને એક અલગ યૂઆઇ મળે છે. UI નો લૂક તમને કોકા-કોલા ડ્રિન્કના જેવી ફ્રેશનેસ આપશે. (YouTube)
રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનમાં તમને એક કોકા-કોલા રિન્ગટૉન પણ મળે છે, જે આ ફોનનું યૂનિક ફિચર છે. (YouTube)
રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનને ખરીદી માટે ઉપબલ્ધ થઇ ચૂકી છે. આ સ્માર્ટફોનમાં તમને એક કોકા-કોલા ફિલ્ટર પણ કેમેરાની અંદર મળે છે. (YouTube)
સ્માર્ટફોનના સ્પેશિફિકેશનની વાત કરીએ તો, આમાં તમને 8GB રેમ અને 128GB નું ઇન્ટરનલ સ્ટૉરેજ મળે છે, મોબાઇલ ફોન 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો પૉટ્રેટ લેન્સની સાથે આવે છે. સ્માર્ટફોનમાં 5000 એમએચની બેટરી આપવામાં આવી છે. (YouTube)
સ્માર્ટફોનની પેકેજિંગને જ્યારે તમે ખોલશો તો તમને બૉક્સની અંદર આ તમામ વસ્તુઓ મળશે. (YouTube)
આ સ્માર્ટફોનની સાથે તમને Sim ટ્રેને ઇજેક્ટ કરવા માટે એક અલગ ટૂલ મળે છે. (YouTube)