Google Pixel 7a vs OnePlus 11R: બન્નેની કિંમત છે એકસરખી... પરંતુ તમારા માટે કયો છે બેસ્ટ ?
Google Pixel 7a vs OnePlus 11R: ટેક જાયન્ટ્સ ગૂગલે તાજેતરમાં જ પોતાનો Pixel સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. Google Pixel 7a અને Oneplus 11Rની કિંમત લગભગ એકસમાન છે. આ બે 5G ફોનમાંથી તમારા માટે કયો સ્માર્ટફોન શ્રેષ્ઠ છે તે વિશે અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ, જાણો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિસ્પ્લે: - Google Pixel 7a ને 6.1-ઇંચ OLED ડિસ્પ્લે મળે છે જે 90hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે, જ્યારે OnePlus 11R ને 6.7-ઇંચ OLED ડિસ્પ્લે મળે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે. એટલે કે ગેમિંગ અને હેવી વર્ક દરમિયાન વનપ્લસ ફોન તમને સારો રિફ્રેશ રેટ આપશે.
કેમેરા: - ફોટોગ્રાફીના સંદર્ભમાં, Google Pixel 7a માં ડ્યૂઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 64MP મેઇન કેમેરા અને 13MP અલ્ટ્રાવાઇડ સેન્સર છે. ફ્રન્ટમાં 32MP કેમેરા ઉપલબ્ધ છે. જ્યારે OnePlus 11Rમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 50MP Sony IMX890 કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ અને 2MP મેક્રૉ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 16MP કેમેરા ઉપલબ્ધ છે.
બેટરી: - OnePlus બેટરીના સંદર્ભમાં વધુ સારું છે કારણ કે તે 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી પેક કરે છે, જ્યારે Pixel 7a 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,385mAh બેટરી પેક કરે છે. જોકે બેટરી ઓપ્ટિમાઇઝેશનની દ્રષ્ટિએ Pixel સ્માર્ટફોન વધુ સારો છે.
પ્રૉસેસર: - Google Tensor G2 ચિપસેટ Google Pixel 7aમાં ઉપલબ્ધ છે જ્યારે Snapdragon 8th Plus Generation One ચિપસેટ Oneplus 11R માં સપૉર્ટેડ છે. બંને ફોન એન્ડ્રૉઇડ 13 સાથે આવે છે.
કયો છે સારો - બંને સ્માર્ટફોન સારા છે, પરંતુ જેમને ક્લિન એન્ડ્રૉઇડ અનુભવ જોઈએ છે, તેમના માટે ગૂગલનો પિક્સલ સ્માર્ટફોન સારો છે. જેઓ ફાસ્ટ ચાર્જિંગ અને વધુ ગેમિંગ કરવા માગે છે તેમના માટે વનપ્લસ વધુ સારો રહેશે.