YouTube ચેનલ માટે કૉપીરાઇટ ફ્રી મ્યૂઝિક જોઇએ છે? અહીંથી તમે મફતમાં કરી શકો છો ડાઉનલોડ
જો તમે તમારી યુટ્યુબ ચેનલ માટે કોપીરાઈટ ફ્રી મ્યુઝિક શોધી રહ્યા છો તો અહીં અમે તમને એક એવી વેબસાઈટ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે AIની મદદથી કોઈપણ પ્રકારનું મ્યૂઝિક ફ્રીમાં બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYouTube વિડિયો માટે મ્યૂઝિક કોપિરાઇટ ફ્રી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કોપિરાઈટ મ્યૂઝિકનો ઉપયોગ કરો છો તો તે ચેનલની આવક ઘટાડે છે અને જો યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં ન આવે તો ચેનલને કોપિરાઈટ સ્ટ્રાઈકનો સામનો કરવો પડી શકે છે. ક્રેડિટ આપ્યા પછી પણ તમને વિડિયોમાંથી તે જ આવક નહીં મળે જે તમને કૉપિરાઇટ ફ્રી મ્યૂઝિકથી મળે છે.
જો તમે તમારા વીડિયો માટે કોપીરાઈટ ફ્રી મ્યૂઝિક ઈચ્છો છો, તો તમે rightify નામની વેબસાઈટ પર જઈને આવા મ્યૂઝિકને ડાઉનલોડ કરી શકો છો. અહીં ગીતો AI ની મદદથી જનરેટ થાય છે જે વાપરવા માટે એકદમ ફ્રી છે.
ગીત ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે રાઈટ્સફાઈ વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તમારે પ્રોમ્પ્ટમાં જણાવવાનું રહેશે કે તમને કયા પ્રકારનું મ્યૂઝિક જોઈએ છે અને જનરેટ મ્યૂઝિક પર ક્લિક કરો. આ રીતે તમે AIની મદદથી આ વેબસાઇટ પરથી ગમે તેટલું મ્યુઝિક બનાવી શકો છો.
જો તમે તમારા યુટ્યુબ વિડીયો માટે કોપીરાઈટ ફ્રી વિડીયો અથવા ઈમેજ ઈચ્છો છો તો તમે freepik, pixabay, videvo વગેરે જેવી વેબસાઈટ પર જઈ શકો છો. અહીં તમને વિષય પ્રમાણે અલગ-અલગ ફોટો અને વીડિયો મળશે.
નોંધનીય છે કે જ્યારે પણ તમે કોઈપણ ફ્રી વિડિયો અથવા મ્યૂઝિક વગેરેનો ઉપયોગ કરો છો ત્યારે ક્રેડિટ આપવાનું ભૂલશો નહીં જેથી તમારી ચેનલ અને સામગ્રી સુરક્ષિત રહેશે.