Three Digit Scam: આ ત્રણ નંબર ડાયલ કરશો તો થઇ જશો કંગાળ, તરત ઓફ કરો આ સેટિંગ
Cyber Fraud Alert: આ દિવસોમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં તમને નંબર ડાયલ કરવાનું કહેવામાં આવે છે. જો તમે ભૂલથી આ નંબર ડાયલ કરો છો, તો તમને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કૌભાંડમાં સાઇબર ઠગ તમને 401 નંબર ડાયલ કરવાનું કહે છે. જ્યારે તમે સ્કેમર્સની વાતોમાં આવી જઇને ભૂલથી આ નંબર ડાયલ કરો છો, ત્યારે તમારા નંબર પર આવતા કોલ સાઇબર ઠગના નંબર પર ફોરવર્ડ થઈ જાય છે. આ પછી છેતરપિંડી કરનાર તમારા નંબર પરથી નવું સિમ કાર્ડ લઈને તમારા બેન્ક ખાતાને ઓપરેટ કરે છે
આ સ્કેમર્સ લોકોને ફોન કરીને કહે છે કે તમારું પાર્સલ આવી ગયું છે, આ માટે તમારે તમારું એડ્રેસ કન્ફર્મ કરવું જોઈએ. જ્યારે તમે કહો છો કે અમે કોઈ પાર્સલ મંગાવ્યું નથી તો તેઓ કહે છે કે આ પાર્સલ તમારા નંબર પર બુક કરવામાં આવ્યું છે. તેથી તમારે તેને રદ કરવું પડશે.
પાર્સલ રદ કરવા માટે તેઓ 401 ડાયલ કરવાનું કહે છે. જો તમે ભૂલથી આ નંબર ડાયલ કરો છો, તો તમારા બધા કૉલ સ્કેમરને ફોરવર્ડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ ફોરવર્ડિંગને રોકવું મહત્વપૂર્ણ છે.
આ માટે તમારે કોલિંગ એપમાં જઈને સેટિંગ્સમાં જવું પડશે. અહીં જઈને તમને કોલ ફોરવર્ડિંગનો વિકલ્પ મળશે. જ્યારે તમે કૉલ ફોરવર્ડિંગ વિકલ્પ પર ક્લિક કરશો, ત્યારે તમને ખબર પડશે કે તમારો કૉલ ફોરવર્ડ થઈ રહ્યો છે કે નહીં.
જો તમને કોલ ફોરવર્ડિંગ ચાલુ જણાય તો તરત જ તેને બંધ કરો. ગંભીર સમસ્યાના કિસ્સામાં તમે કસ્ટમર કેરને પણ કૉલ કરી શકો છો અને તેમને આ ફોરવર્ડિંગને રોકવા માટે કહી શકો છો.