અશ્લીલ વિડિયો મોકલીને છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે ઠગો, ગભરાવાને બદલે કરો આ કામ

પરંતુ ઈન્ટરનેટ સાથે સોશિયલ મીડિયાના સહારે ફ્રોડને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. હવે ફ્રોડ કરનારા લોકો પણ ઘણા વધી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હવે લોકોએ છેતરવાની નવી રીત શોધી કાઢી છે. હવે લોકોને તેમના ફોન પર અશ્લીલ વિડિયો મોકલીને અંજામ આપી રહ્યા છે.

છોકરીઓને પણ અશ્લીલ વિડિયો મોકલીને ઠગો નિશાન બનાવી રહ્યા છે. ઠગ અશ્લીલ વિડિયો મોકલીને પૈસાની માંગણી કરે છે. જો કોઈ ઠગ કોઈ મહિલાને આવા વિડિયો મોકલે છે તો આવી સ્થિતિમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી.
આવા ઠગોની સાયબર સેલમાં ફરિયાદ કરી શકાય છે. આ માટે મહિલાઓ પોતાના ફોનથી સાયબર સેલનો ઓલ ઈન્ડિયા હેલ્પલાઈન નંબર 1930 ડાયલ કરીને ફરિયાદ કરી શકે છે.
આ ઉપરાંત ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલની અધિકૃત વેબસાઈટ https://cybercrime.gov.in/ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે.
આ સિવાય મહિલાઓ ઈચ્છે તો પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે. અથવા પોતાના શહેરના સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે.