Dark Web: જાણો શું છે ડાર્ક વેબ, જ્યાં સસ્તામાં વેચાય છે તમારો પર્સનલ ડેટા અને ગુપ્ત માહિતી.....
Dark Web: આજકાલ સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ, મોબાઇલ અને અન્ય ગેઝેટ્સની મદદથી જાસૂસીના કિસ્સા વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ડાર્ક વેબ શબ્દ ખુબ જ પ્રચલનમાં આવ્યો છે. ડાર્ક વેબ દ્વારા કરોડો ભારતીયોના ડેટા ચોરીના અહેવાલો સામે પણ આવ્યા છે. જે બાદ હવે આ બધા લોકો કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની શકે છે અથવા તો તેનો ખતરો તેમના પર મંડરાઈ રહ્યો છે. જાણો શું છે આ ડાર્ક વેબ, અને કઇ રીતે તમારો ચોરાયેલો ડેટા અહીંથી વેચાય છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ટરનેટ જગતમાં ડાર્ક વેબ એ એક એવો ગેટ છે જ્યાંથી કોઈપણ લૉકની ચાવી ખરીદી શકાય છે.
ગુપ્ત માહિતી, લોકોની અંગત માહિતી અને ખતરનાક હથિયારોની ખરીદી પણ ડાર્ક વેબ દ્વારા કરવામાં આવે છે.
વાસ્તવમાં, લગભગ દરેક પ્રકારની ગુપ્ત માહિતી અને વ્યક્તિગત માહિતી આજે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, પરંતુ દરેક લોકો તેને આસાનીથી ઍક્સેસ કરી શકતા નથી.
સુરક્ષાના સ્તરમાં છુપાયેલ ડેટાને ડાર્ક વેબની મદદથી એક્સેસ કરવામાં આવે છે, જેને હેક કરીને વેચવામાં આવે છે.
ડાર્ક વેબ માટે એક ખાસ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેનો ઉપયોગ ક્યારે અને કોણે કર્યો તે જાણી શકાયું નથી. નાણાંની લેવડદેવડ પણ બિટકૉઈન દ્વારા થાય છે.
ડાર્ક વેબનો ઉપયોગ મોટાભાગે ગુનેગારો અથવા હેકરો દ્વારા કરવામાં આવે છે. આવી કેટલીય વેબસાઇટ્સ અહીં ઓપન થાય છે, જેનો તમે બીજે ક્યાંય ઉપયોગ કરી શકતા નથી.