ગૃપ મેમ્બરો માટે વૉટ્સએપ લાવી રહ્યું છે ખાસ મેસેજ, ગૃપ એડમિનની જેમ કરી શકશે આ કામ
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના (WhatsApp) દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે, એટલા માટે આ એપ ખુબ પૉપ્યૂલર છે. આ એપમાં મેસેજિંગ ઉપરાંત બીજા કેટલાય એવા ફિચર્સ ઉપલબ્ધ છે જે આ એપને ખાસ બનાવે છે. યૂઝર્સને બીજી કેટલીય ખાસ સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક એવા ફિચરની રાહ જોવાઇ રહી હતી તેનો ઇન્તજાર હવે ખતમ થવા જઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ છે કે વૉટ્સએપ હવે બહુ જલ્દી ગૃપ માટે ડિસએપીયરિંગ ફિચર લઇને આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચર યૂઝર્સ માટે બહુ જલ્દી રૉલઆઉટ કરી દેવામાં આવશે.
ગૃપ મેમ્બરને મળશે કન્ટ્રૉલ.... વૉટ્સએપના (WhatsApp) અપડેટ્સ પર નજર રાખનારી WABetaInfo અનુસાર બહુ જલ્દી વૉટ્સએપના ગૃપના મેમ્બરોને પણ ડિસએપીયરિંગ મેસેજનો કન્ટ્રૉલ મળશે. ગયા વર્ષે આ ફિચર સિંગલ ચેટ માટે રિલીઝ કરવામાં આવ્યુ હતુ, વળી હવે આ ગૃપ ચેટ્સ માટે અવેલેબલ હશે.
એડમિન મેમ્બર માટે કરી શકાશે ઇનેબલ.... WABetaInfoનુ માનીએ તો આ ફિચરના આવ્યા બાદ વૉટ્સએપ ગૃપ એડમિનની સાથે ગૃપના મેમ્બરો પણ ડિસએપિયરિંગ મેસેજ ફિચરનો યૂઝ કરી શકશે. હાલ આ સર્વિસ માત્ર ગૃપ એડમિન સુધી જ સીમિત છે, એટલે કે ગૃપના એડમિન આ નવા ફિચર અંતર્ગત કોઇપણ ગૃપ મેમ્બર માટે આ ફિચરને ઇનેબલ કરી શકે છે.
મળશે બે ઓપ્શન્સ... આ ફિચરમાં એડમિનની પાસેથ બે ઓપ્શન્સ હશે. પહેલુ 'All participants' અને બીજુ 'Only Admin.' એડમિનના આ બન્ને ઓપ્શન્સમાંથી કોઇ એકને સિલેક્ટ કરવુ પડશે. અત્યારે આ ફિચર ટેસ્ટિંગ ફેઝમાં છે, જે લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ 2.21.8.7માં કરવામાં આવી રહ્યું છે.