એન્ડ્રોઇડ યૂઝર્સને આ પ્રકારની એપ્સને ના કરવી જોઇએ ડાઉનલૉડ, ડેટાથી લઇને ડિવાઇસને થાય છે નુકશાન, જાણો વિગતે
નવી દિલ્હીઃ આજકાલ લોકો સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી રહ્યાં છે. મોટાભાગનુ કામ લોકો જુદીજુદી એપ્સને ડાઉનલૉડ કરીને ઓછા સમયમાં પુરી કરી દે છે. પરંતુ ક્યારેય કેટલીક એપ્સ યૂઝર્સ માટે મોટુ જોખમ ઉભુ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાંજ કાસ્પરકીના એક બ્લૉગ પૉસ્ટમાં આવી ખતરનાક એપ્સ વિશે માહિતી આપવામાં આવી છે જે ખાસ કરીને યૂઝર્સનો ડેટા ચોરવાનુ કામ કરી રહી છે.
એપીકેપ્યૉર એક અનઓફિશિયલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ છે, જેના પર કેટલાય પ્રકારની નકલી અને ડેટા ચોરનારી એપ્સ અવેલેબલ છે. સાયરબસિક્યૂરિટી ફ્રમ કાસ્પરકીના એક બ્લૉગ પૉસ્ટમાં કહેવાયુ છે કે એપીકેપ્યૉરનુ 3.17.18 વર્ઝન માલવેર ઇફેક્ટેડ એપ્સ છે.
બ્લૉગ પૉસ્ટ પ્રમાણે, એપીકેપ્યૉરમાંથી જ્યારે તમે એપ ડાઉનલૉડ કરો છો ત્યારે તેમાંથી માલવેર નીકળે છે, જે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે ખતરનાક ટ્રૉઝન સાબિત થાય છે. એપીકેપ્યૉર યૂઝર્સને કેટલીક ખાસ પ્રકારની એપ્સ ફ્રીમાં ઓફર કરી રહી છે, જે શેરવેર એપ્સ છે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલ અનેકવાર પોતાના યૂઝર્સને ચેતાવણી આપી ચૂક્યુ છે કે કોઇપણ એપ્સને ઓફિશિયલ ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરવી જોઇએ, કેમકે અનઓફિશયલ સોર્સ મારફતે ડાઉનલૉડ કરવામાં આવેલી એપ્સ ખતરનાક છે.
કાસ્પરકીના રિસર્ચર્સનુ માનવુ છે કે, અનઓફિશિલ સોર્સ હંમેશા ડાઉડફૂલ હોય છે. એપીકેપ્યૉર એપ્સ કોઇપણ જાતના ટેસ્ટમાં પાસ થતી નથી. આવી એપ્સ હંમેશા યૂઝર્સના ડેટાને ચોરી કરીને એન્ડ્રોઇડ ડિવાઇસને નુકશાન કરી શકે છે.