YouTube Income Tips: આ સરળ રીતો વાપરીને YouTube થી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો, જાણો ટિપ્સ

YouTube Income Tips: આજના સમયમાં YouTube ફક્ત મનોરંજન પ્લેટફોર્મ નથી પરંતુ આવકનો એક મહાન સ્ત્રોત પણ બની ગયું છે.

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
યુટ્યુબ પર પૈસા કમાવવાનું કામ માત્ર વીડિયો અપલોડ કરવાથી નથી થતું. તેના માટે યોગ્ય કન્ટેન્ટ અને સતત મહેનત જરૂરી છે. જો તમે માત્ર કોપી–પેસ્ટ કન્ટેન્ટ મૂકશો તો લાંબા સમય સુધી ચાલે નહીં. તેથી તમારા આવડ અને ટેલેન્ટ મુજબ એક વિષય પસંદ કરવો જોઈએ જેમ કે ટેકનોલોજી, એજ્યુકેશન, કુકિંગ, ગેમિંગ, અથવા કોમેડી.
2/7
યુટ્યુબ પરથી કમાણી શરૂ કરવા માટે સૌપ્રથમ તમારે ચેનલ મોનેટાઈઝ કરવું પડશે. તેના માટે ઓછામાં ઓછા આશરે 1000 સબ્સ્ક્રાઈબર્સ અને 4000 વૉચ અવર્સ જરૂરી છે. આ ક્રાઇટેરીયા પૂરા થતાં તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં પણ જોડાઈ શકો છો.
3/7
સ્પોન્સર્ડ વીડિયો અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા પૈસા કમાવાય છે. જેમ જેમ તમારા ચેનલની લોકપ્રિયતા વધે છે તેમ કંપનીઓ તમને તેમના પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરવા સંપર્ક કરે છે. અને તેના બદલામાં તેઓ તમને સારી રકમ આપે છે.
4/7
YouTube પર એફિલિએટ માર્કેટિંગ પણ કમાણીનો ઉત્તમ સોર્સ છે. તેમાં તમે વીડિયો દરમિયાન કોઈ પણ પ્રોડક્ટની ખરીદી માટેની લિંક મૂકી શકો છો. જ્યારે લોકો આ લિંક દ્વારા ખરીદી કરશે ત્યારે તમને કમિશન મળશે.
5/7
સુપર ચેટ અને મેમ્બરશિપ જેવી સુવિધાઓ દ્વારા પણ કમાણી કરી શકો છો. લાઈવ સ્ટ્રીમ દરમિયાન દર્શકો સુપર ચેટ મોકલીને તમને સપોર્ટ કરે છે, જ્યારે મેમ્બરશિપ દ્વારા નિયમિત આવક મળે છે.
Continues below advertisement
6/7
પરંતુ આ તમામમાંથી કમાણી મેળવવા માટે સૌથી મહત્વનું છે નિયમિત રીતે કન્ટેન્ટ આપવું. તમારા વીડિયો જેટલા ઉપયોગી હશે દર્શકો તેટલા તમારા ચેનલથી જોડાયેલા રહેશે. સાથે જ થંબનેલ અને ટાઈટલ પણ એટ્રેક્ટિવ બનાવવું.
7/7
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola