Earning Tips: આ 5 રીતે તમે Social Media પરથી કમાઇ શકો છો લાખો રૂપિયા, જાણી લો અહીં ડિટેલ્સ....
Earning Tips For Social Media: આજકાલ સોશ્યલ મીડિયાનું ચલણ ખુબ જ વધી ગયુ છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો ઘરે બેઠાં બેઠાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે, જો તમે પણ સારા એવા રૂપિયા કમાવવા માંગો છો, તો અહીં જાણી લો ડિટેલ્સ. આ માટે તમારે માત્ર થોડું ક્રિએટિવ અને સામાન્ય લોકોથી અલગ બનવું પડશે, આ પછી તમે લાખો રૂપિયા આસાનીથી કમાઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું તમે જાણો છો કે તમે ટ્વીટરથી દર મહિને સારી કમાણી પણ કરી શકો છો. આ માટે તમારે ટ્વીટર પર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે જે હવે X પ્રીમિયમ તરીકે ઓળખાય છે. તમે Twitter પર સબ્સ્ક્રિપ્શન અને 500 ફોલૉઅર્સ રાખીને સારી કમાણી કરી શકો છો.
કમાવવા માટે તમારે તમારા મનપસંદ વિષય પર વીડિયો અથવા પૉસ્ટ કરવી પડશે. તમને પૉસ્ટ પરની ઇમ્પ્રેશન અનુસાર પૈસા મળશે. ધ્યાન રહે માત્ર તે જ લોકો Twitter એડ રેવન્યૂ પ્રૉગ્રામ માટે યોગ્ય છે જેમના એકાઉન્ટ પર છેલ્લા 3 મહિનામાં 15 મિલિયન ઇમ્પ્રેશન મેળવી છે. સારા ક્રિએટર્સ માટે આ બહુ મોટી વાત નથી.
તમે Facebook, Instagram અને WhatsApp દ્વારા તમારી પ્રૉડક્ટ્સનો પ્રચાર કરીને પણ સારા પૈસા કમાઈ શકો છો. જો તમે લોકપ્રિય ક્રિએટર છો તો તમને આસાનીથી બ્રાન્ડ ડીલ મળી જશે. જો તમે હમણાં જ કામ કરવાનું શરૂ કર્યું હોય તો પણ ધીમે ધીમે લોકપ્રિયતા મેળવ્યા પછી તમને સારી ડીલ મળવા લાગશે.
તમે એફિલિએટ માર્કેટિંગ દ્વારા પણ પૈસા કમાઈ શકો છો. જો તમારા સોશ્યલ મીડિયા પર સારા ફોલૉઅર્સ છે તો તમે પ્રૉડક્ટ લિંક્સ શેર કરીને પૈસા કમાઈ શકો છો. તમારી લિંક પરથી કોઈ પ્રૉડક્ટ ખરીદતાની સાથે જ તમને સારા પૈસા મળવા લાગશે.
જો તમારી પાસે તમારી પોતાની પ્રૉડક્ટ છે, તો તમે સોશ્યલ પર તેનો પ્રચાર કરીને પણ પૈસા કમાઈ શકો છો. તમે કોઈપણ પ્રૉજેક્ટ માટે ક્રાઉડ ફંડિંગ પણ કરી શકો છો. સોશ્યલ મીડિયા પર એવા કેટલાય લોકો છે જે આ રીતે પોતાના પ્રૉજેક્ટ માટે પૈસા ભેગા કરે છે.