X પર આ 5 એકાઉન્ટના છે 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ, ટૉપ પર છે આ શખ્સ
Elon Musk: આજકાલ એક્સની ખુબ જ ચર્ચા છે, એલન મસ્કે જ્યારથી ટ્વીટરને ખરીદ્યુ છે ત્યારથી ટ્વીટરની ચર્ચા ખુબ જ વધી ગઇ છે, મસ્કે ટ્વીટરનું નામ પણ બદલીને એક્સ કરી દીધુ છે. અમે તમને ટ્વીટરના ટોપ-5 સૌથી વધુ ફૉલો કરવામાં આવતા એકાઉન્ટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મસ્કે તેને ખરીદ્યા પછી કંપનીને સંપૂર્ણપણે બદલી નાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલન મસ્ક (હવે X તરીકે ઓળખાય છે) ટ્વીટર પર સૌથી વધુ લોકો ફોલો કરે છે. અલન મસ્કના લગભગ 163.4 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે મસ્ક માત્ર 483 લોકોને ફૉલો કરે છે.
બીજા નંબર પર બરાક ઓબામા છે. X પર તેને 132 મિલિયન લોકો ફોલો કરે છે અને આ સંખ્યા સતત વધી રહી છે.
ત્રીજા નંબરે સિંગર જસ્ટિન બીબર છે જેને X પર 111.6 મિલિયન લોકો ફોલો કરે છે.
ચોથા અને પાંચમા સ્થાને ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો અને રિહાના છે જેને 110.2 મિલિયન અને 108.5 મિલિયન લોકો ફોલો કરે છે. છઠ્ઠા અને સાતમા સ્થાને કેટી પેરી અને ટેલર સ્વિફ્ટ છે જે અનુક્રમે 107.1 મિલિયન અને 94.7 મિલિયન સાથે છે.
અલન મસ્ક હવે લોકોને ટ્વીટરથી કમાણી કરવાની તક આપી રહ્યા છે. આ માટે તમારા એકાઉન્ટમાં છેલ્લા 3 મહિનામાં 15 મિલિયન ઇમ્પ્રેશન અને 500 થી વધુ ફોલોઅર્સ હોવા જોઈએ. આ ઉપરાંત X પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન પણ લેવું જોઈએ.