Elon Musk Birthday: 52 વર્ષના થયા એલન મસ્ક, આફ્રિકામાં જન્મ્યા ને પછી અમેરિકામાં કર્યો બિઝનેસ, ત્રણ યુવતીઓના છે પતિ......
Elon Musk Birthday: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનો આજે જન્મદિવસ છે. ફૉર્બ્સના રિપોર્ટ અનુસાર, Elon Musk હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. મસ્કની નેટવર્થ 234 બિલિયન ડૉલરથી વધુ છે. આજે મસ્કનો જન્મદિવસ છે. એલન મસ્ક આજે પોતાનો 52 વર્ષના થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલન મસ્કનો જન્મ સાઉથ આફ્રિકાના પ્રિટૉરિયામાં થયો છે, પરંતુ તેમનું જીવન અને ઉછેર અમેરિકામાં થયો છે. એલન મસ્કના અંગત જીવન કરતાં તેની સંપત્તિ વિશે વધુ ચર્ચા થાય છે.
એલન મસ્ક આજે પોતાનો 52મો જન્મદિવસ મનાવી રહ્યાં છે, તેમનો જન્મ 28 જૂન 19971ના રોજ થયો હતો. મસ્ક કેટલીય મોટી મોટી કંપનીઓના માલિક છે અને હાલમાં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોચ પર છે.
પર્સનલ લાઇફની વાત કરીએ તો એલન મસ્કે ત્રણ લગ્ન કર્યા છે. જેમાંથી તેમને એક યુવતી સાથે બે વખત લગ્ન કર્યા છે. એલન મસ્કને ત્રણ લગ્નોથી 7 બાળકો છે. જેમાં છ છોકરાઓ અને એક છોકરીનો સમાવેશ થાય છે.
એલન મસ્કને પોતાની પહેલી પત્ની, કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે પાંચ પુત્રો છે, જેમાંથી બે જોડિયા છે. મસ્કે 2000માં વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. આ પછી, વર્ષ 2008 માં મસ્કના વિલ્સનથી છૂટાછેડા થઈ ગયા.
વિલ્સનથી છૂટાછેડા પછી તેમને 2010 માં અમેરિકન અભિનેત્રી તલ્લુલાહ રિલે સાથે લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બે વર્ષમાં મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો અને તેઓ અલગ થઈ ગયા. ત્યારપછી વર્ષ 2013માં એલન મસ્કે ફરીથી તાલુલાહ રિલે સાથે લગ્ન કર્યા. જે 2016 સુધી ચાલ્યું હતું. આ પછી એલન મસ્કે સિંગર ગ્રીમ્સ સાથે લાંબા સમય સુધી લીવ ઇનમાં રહ્યાં, અને બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.
એલન મસ્ક ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરનાર વ્યક્તિ છે. 14 કરોડથી વધુ લોકો તેમને ફોલૉ કરે છે. તે ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ છે અને સતત કંઈક ને કંઈક પૉસ્ટ કરે છે. ટ્વીટર પર એલન મસ્કના 140 મિલિયનથી વધુ ફોલૉઅર્સ છે.
એકબાજુ જ્યાં તેઓ ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ છે, તો બીજીબાજુ 2 એપ્સ એવી છે જ્યાં તેમનું એકાઉન્ટ પણ નથી. ખરેખર, મસ્કને આ એપ્સ પસંદ નથી. એલન મસ્કને મેટાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પસંદ નથી. તમે આ બે પ્લેટફોર્મ પર તેમના એકાઉન્ટ્સ જોશો નહીં. જો આ નામનું ખાતું હોય તો પણ તે ફેન એકાઉન્ટ હોય કે નકલી છે.