નવા IT નિયમ બાદ Facebook કડક થયુ, 46 દિવસમાં 3 કરોડથી વધુ યૂઝર્સના એકાઉન્ટ પર કરી આ મોટી કાર્યવાહી, જાણો શું
1/5
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક (Facebook)એ પોતાનો અનુપાલન રિપોર્ટ જાહેર કરી દીધો છે. જેમાં કંપનીએ જણાવ્યુ છે કે ભારતમાં 16 જૂનથી 31 જુલાઇની વચ્ચે ઉલ્લંઘનની 10 સીરીઝમાં 3.33 કરોડથી વધુ કન્ટેન્ટ પર મોટી કાર્યવાહી કરી છે.
2/5
ફેસબુકે ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) એ અવધિ દરમિયાન નવ કેટેગરીમાં 28 લાખ કન્ટેન્ટ પર કાર્યવાહી કરી છે. કંપનીએ રિપોર્ટમાં બતાવ્યુ કે અમારી પાસે 16 જૂનથી 31 જુલાઇની વચ્ચે Facebook પર 1,504 યૂઝર્સ અને Instagram પર 265 યૂઝર્સની ફરિયાદો મળી હતી, જેના પર અમે કાર્યવાહી કરી છે.
3/5
30 લાખ WhatsApp એકાઉન્ટ થયા સસ્પેન્ડ- રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે 46 દિવસની અવધિમાં કંપનીએ લગભગ 30 લાખ WhatsApp એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. વૉટ્સએપે પોતાના રિપોર્ટમાં બતાવ્યુ કે તેને આ દરમિયાન 594 ફરિયાદો મળી હતી. જેના પર કંપનીએ કાર્યવાહી કરી છે. આમાં મોટાભાગના એકાઉન્ટને ઓટોમેટિક કે પછી બલ્ક મેસેજના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
4/5
યૂઝર્સની સેફ્ટી માટે ભરી રહ્યાં છે પગલા- Facebookના પ્રવક્તાએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ યૂઝર્સને ઓનલાઇન સેફ રાખવા માટે ટેકનોલૉજી, લોકોની એક્ટિવિટીમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે, અને તેમને પોતાના પ્લેટફોર્મ પર પોતાની વાત મુકવા માટે સક્ષમ બનાવ્યા છે. તેમને કહ્યું આ રિપોર્ટમા ઓટોમેટિક ડિવાઇસીસનો યુઝ કરીને સતત હટાવવામાં આવેલા કન્ટેન્ટની ડિટેલ્સ અને યૂઝર્સની ફરિયાદોની સાથે તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી છે.
5/5
46 દિવસમાં રિપોર્ટ જાહેર- કંપની તરફથી એક નિવેદનમાં કહેવામા આવ્યુ છે કે અમે અમારી નીતિઓનુ ઉલ્લંઘન કરનારી કન્ટેન્ટની ઓળખ અને રિવ્યૂ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પોતાની કૉમ્યૂનિટીની ફરિયાદો અને પોતાની ટીમ દ્વારા કરવામાં આવનારી સમીક્ષાનો ઉપયોગ કરીએ છીએ. અમે ઇન્ફોર્મેશન ટેકનોલૉજી (IT) નિયમોનુ પાલન કરતા 16 જૂનથી 31 જુલાઇના 46 દિવસોની અવધિ માટે પોતાની બીજો માસિક અનુપાલન રિપોર્ટ જાહેર કર્યો છે.
Published at : 01 Sep 2021 10:32 AM (IST)