હવે ફક્ત 4 મિનીટમાં બની જશે તમારી ગર્લફ્રેન્ડ, ફેસબુક લાવી રહ્યું છે આ ખાસ ફેસિલિટી, જાણો શું છે....
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે (Facebook) પોતાના યૂઝર્સ માટે કંઇક ને કંઇક નવુ લઇને આવે છે. આ વખતે ફેસબુક (Facebook) એક નવી સ્પીડ વીડિયો ડેટિંગ એપ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ આ એપ ટેસ્ટિંગ ફેઝમાં છે, જેનુ નામ Sparked. કંપની અનુસાર, Sparkedમાં યૂઝર્સ માટે વીડિયો સ્પીડ ડેટિંગ ઓફર કરવામાં આવશે. Sparked એપ યૂઝર્સ માટે ફ્રી રહેશે. તમે આને ફેસબુક એકાઉન્ટની સાથે લૉગીન કરી શકશો. Vergeના રિપોર્ટ પ્રમાણે આ એપમાં પહેલી વીડિયો ડેટ ચાર મિનીટ માટે હશે.
ચાર મિનીટનો હશે પહેલો વીડિયો.... પહેલી ડેટ બાદ જો બન્ને યૂઝર્સ ફરીથી વીડિયો ડેટ પર આવે છે, તો બીજો વીડિયો ડેટ 10 મિનીટનો હશે. જો બીજા ડેટમાં વાત બની જાય છે તો યૂઝર્સને બીજા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ઇમેલ, આઇ-મેસેજ પર ચેટ માટે પ્રેરિત કરી શકાશે.
માનવો પડશે આ નિયમ... જોકે Sparked પર સાઇન-અપ કરતા પહેલા કેટલાક નિયમો માનવો પડશે. આમાં એકબીજાનુ સન્માન કરવુ, એપને સેફ જગ્યા બનાવવા જેવા નિયમ સામેલ હશે. Sparkedમાં સાઇન-અપ દરમિયાન Kindness શબ્દનો ઉપયોગ કેટલીય વાર કરવામાં આવ્યો છે.
આપવા પડશે આ સવાલોના જવાબ.... Sparkedમાં યૂઝર્સને એ બતાવવુ પડશે કે તેને શું લાગે છે કે તે સારો વ્યક્તિ છે. આ જવાબ Sparkedના લોકો રિવ્યૂ કરે છે. જવાબમાં સટિસ્ફાઇ થયા બાદ જ ડેટ માટે તેની સાઇન-અપ પ્રૉસેસની પરવાનગી આપવામાં આવે છે.
આ એપમાં એ પણ પુછવામાં આવે છે કે કોને ડેટ કરવા ઇચ્છો છો. કંપની તરફથી આનો ખુલાસો નથી થયો કે આ એપ યૂઝર્સ માટે ક્યારે રોલઆઇટ કરવામાં આવશે.