હવે 30 દિવસ બાદ ડિલિટ થઇ જશે તમારો Facebook Live વીડિયો, આ રીતે કરો ડાઉનલોડ

ફેસબુકે Live Video અંગેની પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 19 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે. હવે તમારો ફેસબુક Live Video 30 દિવસ પછી પ્રોફાઇલમાંથી ડિલીટ થઈ જશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
ફેસબુકે Live Video અંગેની પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 19 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે. હવે તમારો ફેસબુક Live Video 30 દિવસ પછી પ્રોફાઇલમાંથી ડિલીટ થઈ જશે. જો તમે લાઈવ વીડિયોને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તમારે તેને ડાઉનલોડ કરવો પડશે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્ય શરૂઆતના થોડા અઠવાડિયામાં લાઇવ વીડિયોના વ્યૂઝને શક્ય તેટલો વધારવાનો છે. લોકો તમારો વીડિયો ડિલીટ થાય તે પહેલાં તેને સમયસર જોઈ શકશે.
2/6
જો તમે તમારા જૂના લાઇવ વીડિયોને સેવ કરવા માંગતા હોવ તો તમને તેને ડાઉનલોડ કરીને રાખવાનો વિકલ્પ મળશે.
3/6
કંપનીનું કહેવું છે કે લાઈવ વીડિયો વ્યૂ મોટાભાગે શરૂઆતના થોડા અઠવાડિયા માટે જ આવે છે ત્યારબાદ વીડિયો પર વ્યૂઝ આવવાનું બંધ થઈ જાય છે.
4/6
આ વાતને ધ્યાનમાં રાખીને કંપનીએ હવે તેની નીતિમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે હેઠળ ફેસબુક પર લાઇવ વીડિયો કેટલા સમય સુધી સ્ટોર કરવામાં આવશે તે અંગેના નિયમમાં ફેરફાર કરવામાં આવશે.
5/6
ફેસબુક લાઈવ વીડિયો ડાઉનલોડ કરવા માટે પહેલા તમારી ફેસબુક પ્રોફાઇલ ખોલો. હવે ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો. આ પછી હવે Activity Log પર ક્લિક કરો.
6/6
અહીં તમને લાઈવ વીડિયો સેક્શન જોવા મળશે. 30 દિવસ પછી ડિલીટ થાય તે પહેલાં તમે જે લાઇવ વીડિયો ડાઉનલોડ કરવા માંગો છો તેના પર જાઓ. હવે તેની બાજુમાં દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો. અહીં તમને ઉપર ડાઉનલોડ વિકલ્પ દેખાશે. ડાઉનલોડ પર ક્લિક કરીને તમે તેને તમારા ડિવાઇસ પર લાઇવ વીડિયો ડાઉનલોડ કરી શકશો.
Sponsored Links by Taboola