Laptop Trick: આ ચાર Keys દબાવતા જ તમારું લેપટૉપ થઇ જશે ફાસ્ટ, બહુ ઓછા લોકો જાણે છે આ ટ્રિક
Laptop Trick: લોકો હવે કૉમ્પ્યુટરની સાથે સાથે લેપટૉપનો પણ વધુ યૂઝ કરવા લાગ્યા છે, કોરોના કાળ બાદ ઘણી કંપનીઓના કર્મચારીઓ લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં, આ લોકો ખાસ કરીને લેપટૉપનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ તને ખબર છે કે લેપટૉપ માટે કેટલીક ટ્રિક્સ એવી છે જે તમને કામમાં સરળતા અપાવે છે. આજકાલ લેપટૉપની સ્પીડ ધીમી થઇ જવાની સમસ્યા ખુબ કૉમન છે, જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો, તો અહીં અમને તમને લેપટૉપની સ્પીડને બૂસ્ટ કરવાની એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યા છીએ. આની મદદથી તમે લેપટૉપ જ નહીં પરંતુ કૉમ્પ્યુટરની પણ સ્પીડ આસાનીથી વધારી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેપટૉપ અથવા પીસીનો ઉપયોગ કરતી વખતે જ્યારે પણ તમને લાગે કે સ્પીડ ધીમી થઇ ગઇ છે કે એપ્લિકેશન વારંવાર હેન્ગ થઇ રહી છે, આવામાં તમારી પાસે શોર્ટકટ રીબૂટ સિસ્ટમનું નૉલેજ હોવું ખૂબ જ જરૂરી છે.
શૉર્ટકટ રીબૂટ સિસ્ટમ કીબૉર્ડ પર બનેલા કેટલાક બટનોની પેટર્ન છે, જ્યારે તેને દબાવવામાં આવે છે, ત્યારે તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર એક સેકન્ડમાં સારી રીતે અને ફાસ્ટ સ્પીડ પકડી લે છે.
જ્યારે પણ તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર ધીમી ગતિએ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તમારે તમારા કૉમ્પ્યુટર અથવા લેપટૉપના કીબૉર્ડ પર એક સાથે 'Shift, Ctrl, Windows અને B' દબાવવાનું છે.
પહેલા Shift, પછી Ctrl, પછી Windows અને છેલ્લે B દબાવવાનું રહેશે. કીબૉર્ડ બટન દબાવતી વખતે અગાઉના બટનમાંથી તમારી આંગળી દૂર કરશો નહીં, પરંતુ બધા બટનો દબાવવામાં આવે પછી જ આંગળીઓને દૂર કરો.
શૉર્ટકટ રીબુટ સિસ્ટમ સાથે તમારા લેપટોપ અથવા કૉમ્પ્યુટરના તમામ મહત્વપૂર્ણ ડ્રાઇવરો પુનઃપ્રારંભ થાય છે અને રિફ્રેશ થાય છે અને તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર સારી રીતે ફાસ્ટ કામ કરવાનું શરૂ કરી દે છે.