SmartPhone: ભારતમાં મળતા આ પાંચ ફૉલ્ડેબલ-ફ્લિપ ફોન છે બેસ્ટ, ખરીદતા પહેલા જાણી લો કિંમત ને ફિચર્સ......
FLIP PHONE And Foldable Phone: મોબાઇલ ફોન સતત ડેવલપ થઇ રહ્યો છે, પહેલા સ્માર્ટફોન પછી, ફૉલ્ડેબલ અને હવે ફ્લિપ ફોન માર્કેટમા આવી ગયા છે, આ ફોનમાં પણ યૂઝર્સનો રસ વધી રહ્યો છે. સ્માર્ટ ફિચર્સ, સ્ટાઇલિશ ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આ હેન્ડસેટ (ભારતમાં ફૉલ્ડેબલ અને ફ્લિપ ફોન) ભારતમાં પણ ઉપલબ્ધ છે. જુઓ ભારતમાં કયા કયા ફોન ફૉલ્ડેબલ અને ફ્લિપ કેટેગરીમાં બેસ્ટ છે, તે ખરીદતા પહેલા જાણો અહીં.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSamsung Galaxy Z Fold 5: - સેમસંગે આ નેક્સ્ટ જનરેશન ફૉલ્ડેબલ ફોન 26 જુલાઈએ જ લૉન્ચ કર્યો છે. Galaxy Z Fold 5ની ભારતમાં કિંમત 1,54,999 રૂપિયાથી શરૂ થાય છે. તેનું પ્રી-બુકિંગ પણ ઓપન થઇ ગયું છે. તે ઘણી બધી અદ્યતન ટેક્નૉલોજી અને ફેસિલિટી સાથે બજારમાં આવી છે.
Motorola Razr 40: - મોટોરોલાએ પણ થોડા સમય પહેલા તેનો ફ્લિપ સીરીઝનો ફોન લૉન્ચ કર્યો છે. એમેઝૉન પર તેની (8GB રેમ, 256GB સ્ટૉરેજ વેરિઅન્ટ)ની શરૂઆતી કિંમત હાલમાં 59,999 રૂપિયા છે. તેમાં 6.9 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 144Hz છે. તેમાં 64MP પ્રાઈમરી કેમેરા છે.
Oppo Find N2 Flip: - તમે Oppoનો આ ફ્લિપ ફોન ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર તેની શરૂઆતી કિંમત (8GB + 256 GB RAM) હાલમાં 89,999 રૂપિયા છે. તેમાં 6.8 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. તેમજ 50MP + 8MP પ્રાઇમરી અને 32MP સેલ્ફી કેમેરા છે.
Samsung Galaxy Z Fold 4: - જો તમે ઇચ્છો તો સેમસંગનો આ ફૉલ્ડેબલ ફોન પણ ખરીદી શકો છો. તેની (12GB RAM, 256GB સ્ટૉરેજ વેરિઅન્ટ) કિંમત હાલમાં Amazon પર 1,54,998 રૂપિયા છે. તેમાં 7.6 ઈંચ મેઈન અને 6.2 ઈંચ કવર ડિસ્પ્લે છે.
Tecno Phantom V Fold: - Techno બ્રાન્ડનો આ ફૉલ્ડેબલ ફોન પણ બજારમાં હાજર છે. ફ્લિપકાર્ટ પર તેની (12GB RAM, 256GB સ્ટૉરેજ વેરિઅન્ટ) કિંમત 88,888 રૂપિયા છે. તેમાં 6.42 ઇંચની ડિસ્પ્લે, 50MP રીઅર કેમેરા, 5000mAh બેટરી સહિત અનેક શાનદાર ફિચર્સ છે.