AC ચલાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો, એક ભૂલ ઘરમાં લગાવશે આગ

AC ચલાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો, એક ભૂલ ઘરમાં લગાવશે આગ

પ્રતિકાત્મક તસવીર

1/7
ગરમીથી રાહત મેળવવા માટે એર કંડિશનર (AC) નો ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો જોખમ ઉભું કરી શકે છે. એસીનું પણ એવું જ છે. ઉનાળાની ઋતુમાં સતત એસી ચાલવાને કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે.
2/7
ગરમીમાં ACનો ઉપયોગ ખૂબ જ સમજદારી પૂર્વક કરવો જોઈએ. જેથી કરીને કોઈ મુશ્કેલી ન સર્જાઈ જાય. આજે અમે તમને કેટલીક વસ્તુઓ વિશે જણાવશું જેનો ઉપયોગ તમારી કરવો જોઈએ.
3/7
ગરમીમાં વધારો અને એસીનો ઉપયોગ વધવાથી એસીમાં આગ અને કોમ્પ્રેસર ફાટવાના બનાવો પણ વધી રહ્યા છે. નિષ્ણાંતોના મતે કાળઝાળ ગરમીની સાથે ACની યોગ્ય રીતે જાળવણી ન કરવાથી પણ આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે.
4/7
AC ની અંદર કન્ડેન્સર પર ગંદકી અને ધૂળ સાફ કરવી જરુરી છે. એસી સતત ચાલુ રહે તો મુશ્કેલી થઈ શકે છે. ACમાંથી બહાર નીકળતી હવાના માર્ગમાં અવરોધ હોય તો આગ લાગી શકે છે. એટલે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
5/7
વોલ્ટેજ ઓછા હોવા અથવા સતત વધઘટ થાય તો મુશ્કેલી થઈ શકે છે. એસીને વારંવાર ચાલુ બંધ પણ ન કરવું જોઈએ. ભારે ગરમીના કારણે એસી ટ્રીપ થવાની ફરિયાદો વધી રહી છે. ઘણા લોકો કહે છે કે તેમનું AC બરાબર કામ નથી કરતું.
6/7
ACને વધુ ગરમ થવાથી બચાવવાની જરૂર છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં એસીનો સતત ઉપયોગ ન કરવો જોઈએ. વચ્ચે 5-10 મિનિટ માટે તેને બંધ કરી દેવુ જોઈએ.
7/7
ઉનાળામાં કોમ્પ્રેસર પણ ઝડપથી ગરમ થાય છે. તેને બંધ કર્યા વિના લાંબા સમય સુધી ચલાવવાથી તે વધુ ગરમ થવાનું અને આગ લાગવાનું જોખમ વધારે છે.
Sponsored Links by Taboola