WhatsApp ડાઉન થતાં જ વાયરલ થઈ આ તસવીરો
WhatsApp Down: મંગળવારે વોટ્સએપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
WhatsApp નું સર્વર ડાઉન
1/9
વોટ્સએપ ડાઉન થતાં જ સોશિયલ મીડિયા ટ્વિટર પર યૂઝર્સ ટ્વિટ કરીને મજા લઈ રહ્યા છે.
2/9
એક યૂઝર્સે લખ્યું સૂર્યગ્રહણ પહેલા જ વોટ્સએપને ગ્રહણ લાગી ગયું.
3/9
ભારતમાં દોઢ કલાકથી વોટ્સએપની સેવા ખોરવાઈ છે અને લોકો વિવિધ મીમ્સ શેર કરી રહ્યા છે.
4/9
વોટ્સએપનું સર્વર ડાઉન હોવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. કંપનીએ પણ સર્વસ ડાઉન થયું હોવાની કબૂલાત કરી છે.
5/9
મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું,અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને હાલમાં સંદેશા મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. અને અમે શક્ય તેટલી ઝડપથી દરેક માટે WhatsApp પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.
6/9
આ પહેલીવાર નથી કે જ્યારે વોટ્સએપ ડાઉન થયું હોય. આ પહેલા પણ વોટ્સએપ ઘણી વખત ડાઉન થઈ ચૂક્યું છે.
7/9
ગયા વર્ષે ફેસબુકના સર્વરમાં ખામીને કારણે વોટ્સએપ ડાઉન થઈ ગયું હતું. હવે તે ફરીવાર ડાઉન થયું છે.
8/9
વોટ્સએપ ડાઉન થયા બાદ યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
9/9
ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર વોટ્સએપ ડાઉન થયા બાદ લોકો #WhatsAppDown હેશટેગ સાથે ટ્વિટ કરી રહ્યા છે
Published at : 25 Oct 2022 01:54 PM (IST)