ગેમિંગ માટે આવ્યા Boultના દમદાર ઇયરબડ્સ, 60 કલાકની બેટરી
Boult Earbuds: Boult એ તાજેતરમાં જ તેના બે ઈયરબડ્સ Z40 અને Y1 ગેમિંગ લૉન્ચ કર્યા છે. આ ઈયરબડ્સની સૌથી મોટી ખાસિયત તેની બેટરી લાઈફ છે. આમાં તમને કોઈપણ અવરોધ વિના જબરદસ્ત અનુભવ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBoult Z40 ગેમિંગ અને Y1 ગેમિંગ TWS ઇયરબડ્સને Boult AMP એપ દ્વારા ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ iOS એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ ઇયરબડ્સ વધુ ખાસ છે કારણ કે તે ફક્ત ભારતમાં જ બનાવવામાં આવ્યા છે.
આ ઇયરબડ્સમાં ટચ કંટ્રોલ સાથે વૉઇસ આસિસ્ટન્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Boult Z40 ગેમિંગ અને Y1 ગેમિંગ TWS ઇયરબડ્સમાં IPX5 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ છે. આ ઇયરબડ્સ ગેમિંગના ઉપયોગ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં તમને Boomx ટેક્નોલોજી સાથે 10mm ડ્રાઈવર મળે છે.
Boult Z40 ગેમિંગ અને Y1 ગેમિંગ TWS ઇયરબડ્સની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. Boult Z40 ગેમિંગ ઇયરબડ્સ 60 કલાકની બેટરી લાઇફ ઓફર કરે છે, જ્યારે Y1 ઇયરબડ્સ 50 કલાકની બેટરી લાઇફ ઓફર કરે છે.
કનેક્ટિવિટી માટે આ ઇયરબડ્સમાં બ્લૂટૂથ 5.4 ટેક્નોલોજી અને કોમ્બેટ ગેમિંગ મોડ વિથ અલ્ટ્રા લો લેટન્સી ફીચર્સ મળે છે. આ સાથે આ ઈયરબડમાં ક્વાડ માઈક ENC ફીચર પણ આપવામાં આવ્યું છે જે નોઇઝ ફ્રી વોઇસ સાંભળવામાં મદદ કરે છે
હવે આ ઇયરબડ્સની કિંમત વિશે વાત કરીએ. ઈ-કોમર્સ સાઈટ અમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી Boult Z40 ગેમિંગ ઈયરબડ્સ 1299 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે તમે બોલ્ટની ઓફિશિયલ સાઇટ પરથી પણ આ ઇયરબડ્સ ખરીદી શકો છો.
આ સિવાય જો આપણે Boult Y1 ગેમિંગ ઇયરબડ્સ વિશે વાત કરીએ તો તે આના કરતાં પણ સસ્તા છે તે માત્ર ₹1,199ની કિંમતે ઉપલબ્ધ છે અને ત્રણ કલરમાં આવે છે.
Boult Z40 ગેમિંગ ઇયરબડ ત્રણ કલર્સમાં ખરીદી શકાય છે બ્લેક મોસ, ઇલેક્ટ્રિક વ્હાઇટ અને સી થ્રુ અને Boult Y1 બ્લેક મેટલ, ઇલેક્ટ્રિક રેડ અને ગ્લેશિયર બ્લુ કલરમાં આવે છે.