iPhone 15 સીરિઝનો બેક ગ્લાસ તૂટી જાય તો કેટલો થશે ખર્ચ? એટલામાં તો આવી જાય એક એન્ડ્રોઇડ ફોન

iPhone 15 Series: Appleની iPhone 15 સીરિઝ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તમે નવી સીરીઝ અમેઝોન, ફ્લિપકાર્ટ, ક્રોમા, વિજય સેલ્સ અને એપલ સ્ટોર પરથી ખરીદી શકો છો.

ફોટોઃ ટ્વિટર

1/6
iPhone 15 Series: Appleની iPhone 15 સીરિઝ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તમે નવી સીરીઝ અમેઝોન, ફ્લિપકાર્ટ, ક્રોમા, વિજય સેલ્સ અને એપલ સ્ટોર પરથી ખરીદી શકો છો.
2/6
એપલની નવી સીરીઝ લોન્ચ થયા બાદ લોકો સ્માર્ટફોન સાથે અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરી રહ્યા છે. YouTube પર JerryRigEverything નામના નિર્માતાએ iPhone 15 Pro Max ના પાછળના ગ્લાસની ડ્યૂરેબિલિટી ચેક કરી હતી. આ દરમિયાન યુટ્યુબરે જણાવ્યું કે પ્રો મેક્સનો કાચ આસાનીથી તૂટે છે જ્યારે પ્રો મોડલનો પાછળનો કાચ બેન્ડ કરવા પર તૂટતો નથી.
3/6
જો તમારી iPhone 15 સીરિઝના ફોનનો પાછળનો ગ્લાસ કોઈ કારણસર તૂટી જાય તો તમને કેટલો ખર્ચ થશે. લેટેસ્ટ મૉડલનો બેક ગ્લાસ iPhone 14 સીરિઝ કરતાં સસ્તો છે કારણ કે Appleએ લેટેસ્ટ iPhoneના ઇન્ટરનલ સ્ટ્રક્ચરને ફરીથી ડિઝાઇન કરી છે.
4/6
iPhone 15 અને iPhone 15 Proની ગ્લાસ બેક કિંમત સૌથી ઓછી છે. Appleની વેબસાઈટ અનુસાર, તમારે આ માટે 14,900 રૂપિયા ખર્ચવા પડશે જ્યારે iPhone 15 Plus અને iPhone 15 Pro Maxના બેક ગ્લાસ પેનલ પર તમારે 16,900 રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે આ કિંમતે તમે આરામથી 5G એન્ડ્રોઇડ ફોન ખરીદી શકો છો.
5/6
જો તમારી પાસે AppleCare+ પ્લાન છે તો તમામ મોડલની ગ્લાસ બેક પેનલને 2,500 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે બદલી શકાય છે.
6/6
iPhone 15 અને 15 Plus માટે AppleCare+ પ્લાનની કિંમત અનુક્રમે રૂ. 14,900 અને રૂ. 17,900 છે, જ્યારે iPhone 15 Pro અને iPhone 15 Pro Max માટે AppleCare+ની કિંમત 20,900 રૂપિયા છે. આ તમામ પ્લાન ફોનને 2 વર્ષ માટે કવર કરે છે.
Sponsored Links by Taboola