ગીઝરની ખરીદી સમયે આ 5 વાતોનું ધ્યાન રાખો, નહીં તો નુકસાન થશે
શિયાળાની શરુઆત થવાની છે આવી સ્થિતિમાં આપણે ઠંડીથી પોતાને બચાવવા માટે રજાઇ, ધાબળા અને રૂમ હીટરનો ઉપયોગ કરીએ છીએ. કડકડતી ઠંડીમાં ન્હાવા માટે ગરમ પાણીની જરૂર પડે છે અને આવી સ્થિતિમાં ગીઝરનો જ ખ્યાલ આવે છે. જો તમે પણ શિયાળામાં નવું ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવું ગીઝર ખરીદતા પહેલા તમારું બજેટ નક્કી કરો. કારણ કે તમને માર્કેટમાં સસ્તા અને મોંઘા તમામ પ્રકારના ગીઝર મળી જશે. આવી સ્થિતિમાં તમારા બજેટ અને જરૂરિયાત મુજબ ગીઝર ખરીદો.
ગીઝર ખરીદતી વખતે બ્રાન્ડનું ખાસ ધ્યાન રાખો. વિશ્વાસપાત્ર અને સારી કંપનીમાંથી જ ગીઝર ખરીદવાનો પ્રયાસ કરો. ઘણી વખત સસ્તા ગીઝર ખરીદવાથી કોઈને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ગીઝર ખરીદતી વખતે સિક્યોરિટી ફીચર્સને નજરઅંદાજ ન કરો. ગીઝરમાં થર્મોસ્ટેટ, પ્રેશર રિલીફ વાલ્વ અને અર્થિંગ જેવી સુવિધાઓ હોવી આવશ્યક છે.
જો તમે નવું ગીઝર ખરીદો છો તો વોરંટી ચેક કરવાનું ભૂલશો નહીં. ઘણી વખત આપણે ઉતાવળમાં વૉરંટી વિશે પૂછવાનું અથવા વૉરંટી તપાસવાનું ભૂલી જઈએ છીએ. ગીઝર સાથે આપવામાં આવેલી વોરંટીનો સમયગાળો કેટલો છે તે પણ જુઓ.
ગીઝર ખરીદ્યા પછી, સૌથી મહત્વની વસ્તુ તેને ઇન્સ્ટોલ કરવાની છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે ગીઝર ફક્ત અનુભવી પ્લમ્બર દ્વારા જ ઇન્સ્ટોલ કરવું જોઈએ.