Androidના કરોડો યુઝર્સ ખતરામાં, હાઇ રિસ્ક પર છે આ પાંચ OS વર્ઝન ધરાવતા ડિવાઇસ
લાખો એન્ડ્રોઇડ યુઝર્સ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7
લાખો એન્ડ્રોઇડ યુઝર્સ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. CERT-In ની એડવાઇઝરી Android વર્ઝન 12 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા બધા ડિવાઇસ પર લાગુ પડે છે.
2/7
લાખો એન્ડ્રોઇડ યુઝર્સ જોખમમાં મુકાઈ શકે છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે
3/7
આ એડવાઇઝરી Android વર્ઝન 12 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા બધા ડિવાઇસો પર લાગુ પડે છે, પછી ભલે તે કંપની કોઈ પણ હોય.
4/7
CERT-In એ એન્ડ્રોઇડના આ વર્ઝનમાં જોવા મળતી ખામીઓને "હાઇ રિસ્ક" તરીકે વ્યાખ્યાયિત કરી છે અને ચેતવણી આપી છે કે આ નબળાઈઓ હુમલાખોરોને સંવેદનશીલ યુઝર્સ ડેટા ઍક્સેસ કરવાની, સેવાઓમાં વિક્ષેપ પાડવા અને ઘણું બધું કરવાની મંજૂરી આપી શકે છે.
5/7
CERT-In એ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ, ફ્રેમવર્ક, સિસ્ટમ અને ડિવાઇસ કમ્પોનેટ્સમાં ખામીઓને કારણે Android માં બહુવિધ નબળાઈઓ અસ્તિત્વમાં છે, જેમાં આર્મ કમ્પોનેટ્સ, મીડિયાટેક કમ્પોનેટ્સ, યુનિસોક કમ્પોનેટ્સ અને ક્વાલકોમ કમ્પોનેટ્સનો સમાવેશ થાય છે.
6/7
ગૂગલે એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેક્ટ (AOSP) રિપોઝીટરીમાં રિલીઝ થયેલા લેટેસ્ટ સોર્સ કોડ પેચમાં આ સમસ્યાઓનું નિરાકરણ પહેલાથી જ કરી દીધું છે. CERT-In એ યુઝર્સને તેમના ડિવાઇસને લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝન પર અપડેટ કરવાનું સૂચન કર્યું છે.
7/7
જો તમારું ડિવાઇસ Android 12, Android 12L, Android 13, Android 14, અથવા Android 15 પર ચાલે છે તો તમને જોખમ હોઈ શકે છે.
Published at : 10 Feb 2025 03:36 PM (IST)