WhatsApp પર મોકલવામાં આવેલી તસવીર કેટલી સુરક્ષિત? જાણો અહીં
WhatsAppની પર્સનલ ચેટમાં મોકલવામાં આવતા મેસેજ, ફોટો અને વીડિયો ડિફોલ્ટ રૂપે End-to-End Encryptionથી સુરક્ષિત હોય છે.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
ખરેખરમાં, WhatsAppની પર્સનલ ચેટમાં મોકલવામાં આવતા મેસેજ, ફોટો અને વીડિયો ડિફોલ્ટ રૂપે End-to-End Encryptionથી સુરક્ષિત હોય છે. આનો અર્થ એ છે કે ફોટો મોકલનાર અને પ્રાપ્ત કરનારના ડિવાઇસ પર જ વાંચી અથવા જોઈ શકાય છે. WhatsApp અનુસાર, વચ્ચે WhatsApp પણ તે કન્ટેન્ટ વાંચી શકતું નથી. એટલે કે, ફોટો મોકલતી વખતે ઇન્ટરનેટ પર ડેટા ટ્રાન્સફર થવા દરમિયાન તેની સુરક્ષા માટે મજબૂત એન્ક્રિપ્શન ઉપલબ્ધ હોય છે.
2/6
જોકે, End-to-End Encryptionનો અર્થ એ નથી કે ફોટો દરેક સ્થિતિમાં સુરક્ષિત રહે છે. ખરેખરમાં, સૌથી મોટો ખતરો ઘણીવાર WhatsAppના સર્વરથી નહીં, પરંતુ યુઝરના ડિવાઇસ અથવા સામેની વ્યક્તિ સાથે સંકળાયેલો હોય છે. જો કોઈના ફોનમાં માલવેર હોય ફોન અનલોક સ્થિતિમાં કોઈ અન્ય વ્યક્તિના હાથમાં આવી જાય અથવા એકાઉન્ટ કોઈ અન્ય ડિવાઇસ સાથે કનેક્ટ થઈ જાય તો પર્સનલ ડેટા સામે આવવાનો ખતરો વધી શકે છે. WhatsApp પણ આવા જોખમોથી બચવા માટે સુરક્ષા તકનીકોને સતત અપડેટ કરતું રહે છે.
3/6
આ ઉપરાંત, ચેટમાં રહેલા ફોટો અને અન્ય મીડિયાનો બેકઅપ Google Drive અથવા iCloud જેવી સેવાઓ પર જઈ શકે છે. WhatsAppએ યુઝર્સને End-to-End Encrypted Backupનો વિકલ્પ આપ્યો છે જેને એક્ટિવ કરવાથી બેકઅપને વધારાની સુરક્ષા મળે છે. કંપની અનુસાર, આ વિકલ્પ સાથે WhatsApp અથવા બેકઅપ સર્વિસ પ્રોવાઇડર પાસે બેકઅપને ડિક્રિપ્ટ કરવાની કોઈ ટેકનિક હોતી નથી.
4/6
2025માં WhatsAppએ પાસકી દ્વારા End-to-End Encrypted Backupને સુરક્ષિત કરવાનો વિકલ્પ પણ રજૂ કરવાનું શરૂ કર્યું છે, જેનાથી ફિંગરપ્રિન્ટ, ફેસ અથવા સ્ક્રીન લોક દ્વારા બેકઅપની સુરક્ષા કરવામાં આવે છે.
5/6
એટલું જ નહીં, જો તમે કોઈ એવી તસવીર મોકલી રહ્યા છો જેને સામેવાળો સામાન્ય ચેટમાં કાયમી ધોરણે સેવ ન રાખે તો WhatsAppનો View Once વિકલ્પ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આમાં ફોટો કે વીડિયો જોયા પછી તે ચેટમાં સામાન્ય મીડિયાની જેમ ઉપલબ્ધ રહેતો નથી. WhatsApp અનુસાર, View Once મીડિયા પણ End-to-End Encryptionથી સુરક્ષિત રહે છે.
Continues below advertisement
6/6
તમારા પર્સનલ ફોટાની સુરક્ષા વધારવા માટે WhatsAppને હંમેશા અપડેટ રાખો. Two-Step Verification ચાલુ કરો, અજાણ્યા લોકો પાસેથી આવતી શંકાસ્પદ લિંક્સ અથવા ફાઇલોથી બચો અને WhatsAppમાં જોડાયેલા ડિવાઇસની સમયાંતરે તપાસ કરતા રહો. અત્યંત સંવેદનશીલ ફોટા મોકલતી વખતે એ પણ વિચારો કે સામેવાળી વ્યક્તિ તે તસવીરને આગળ શેર કરી શકે છે કે નહીં.
Published at : 19 Aug 2026 04:40 PM (IST)