Gmail Storage Tips: પૈસા ખર્ચા વિના વધારો ડિઝિટલ સ્પેસ! Gmailની આ ટ્રિક આવશે કામ
શું તમારું Gmail સ્ટોરેજ પણ વારંવાર ફુલ થઈ જાય છે? તેની પાછળ માત્ર ઈમેલ નહીં, Google Photos અને Driveમાં સંગ્રહિત વીડિયો અને ફાઈલો પણ કારણ હોઈ શકે છે. જાણો Gmailનું સ્ટોરેજ મફતમાં વધારવાની ટ્રિક
Continues below advertisement

Gmail Storage Tips : Google તેના યુઝર્સને 15GB મફત ક્લાઉડ સ્ટોરેજ આપે છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્પેસ ફક્ત Gmail માટે જ નથી, પરંતુ Google ડ્રાઇવ અને Google Photos સાથે પણ શેર કરવામાં આવે છે. આ ત્રણેય પ્લેટફોર્મ પર ઇમેઇલ્સ, ફોટા, વીડિયો અને દસ્તાવેજો સામૂહિક રીતે આ સ્પેસનો ઉપયોગ કરે છે. કેટલીકવાર, વર્ષોથી એકઠા થયેલા ઇમેઇલ્સ અને મોટા અટેચમેન્ટ ઘણી સ્પેસ રોકી શકે છે. જો તમે વધારાનો સ્ટોરેજ ખરીદવાને બદલે જગ્યા ખાલી કરવા માંગતા હોવ તો ચાલો આપણે કેટલીક ટ્રિક શેર કરીએ જે તમને એક પૈસો પણ ખર્ચ્યા વિના તમારી ડિજિટલ સ્પેસ વધારવામાં મદદ કરી શકે છે.
Continues below advertisement
1/6
શું તમારું Gmail સ્ટોરેજ પણ વારંવાર ફુલ થઈ જાય છે? તેની પાછળ માત્ર ઈમેલ નહીં, Google Photos અને Driveમાં સંગ્રહિત વીડિયો અને ફાઈલો પણ કારણ હોઈ શકે છે. જાણો Gmailનું સ્ટોરેજ મફતમાં વધારવાની ટ્રિક
2/6
Gmailમાં સૌથી પહેલા એવા ઈમેલ શોધો, જેમની સાથે મોટી ફાઈલો, ફોટો અથવા ડોક્યુમેન્ટ એટેચ છે. આવા ઈમેલ શોધવા માટે Gmailના સર્ચ ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. અહીં તમે ફાઈલના સાઈઝના આધાર પર જૂના મેસેજ શોધી શકો છો. ત્યારબાદ બિનજરૂરી એટેચમેન્ટવાળા ઈમેલ પસંદ કરીને ડિલીટ કરી દો.
3/6
ન્યૂઝલેટર, ઑફર્સ અને સોશિયલ મીડિયા અલર્ટ પણ સમય સાથે ઇનબોક્સમાં જમા થતા રહે છે. Gmailના Promotions સેક્શનમાં જઈને જૂના અને બિનજરૂરી ઑફર્સવાળા ઈમેલ હટાવો. એ જ રીતે Social અને Updates કેટેગરીમાં હાજર એવા મેસેજ પણ ડિલીટ કરી શકો છો, જેમની હવે તમને જરૂર નથી.
4/6
વારંવાર આવતા ન્યૂઝલેટર અને પ્રમોશનલ મેઈલથી બચવા માટે Gmailના Manage Subscriptions ઓપ્શન પર જાઓ. અહીં તમને તે મેઈલિંગ લિસ્ટની માહિતી મળશે, જેમની સાથે તમે જોડાયેલા છો. બિનજરૂરી સબ્સ્ક્રિપ્શનને એક ટેપમાં બંધ કરી શકાય છે. કોઈ અનચાહેલા સેન્ડરને બ્લોક કરવાનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
5/6
ફોનમાં Gmail એપ ખોલીને પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો અને Clean up space ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ મોટા એટેચમેન્ટવાળા ઈમેલ જોવા માટે Review પર જાઓ. અહીં એવા મેસેજની યાદી મળશે, જેમાં મોટી ફાઈલો હાજર છે. જરૂરી ઈમેલ સુરક્ષિત રાખીને બાકીના ડિલીટ કરી શકો છો. એ જ મેન્યુમાંથી Spam અને Trash ફોલ્ડરની સફાઈ પણ કરી શકાય છે. Google Driveમાં Storage સેક્શન ખોલીને ફાઈલોને તેમના સાઈઝના હિસાબે જુઓ. મોટી અને બિનજરૂરી ફાઈલો ડિલીટ કરો. Google Photosમાં પણ જૂના અથવા ડુપ્લિકેટ ફોટો અને વીડિયો હટાવીને જગ્યા બનાવી શકાય છે. ઉપરાંત નવી ફોટો અપલોડ કરતી વખતે Storage Saver ક્વોલિટી પસંદ કરવાથી તેમનો સાઈઝ ઓછો રાખવામાં મદદ મળે છે.
Continues below advertisement
6/6
જો તમારા Gmailમાં ઘણા જરૂરી જૂના ઈમેલ છે, જેને તમે ડિલીટ નથી કરવા માંગતા, તો પહેલા તેમનો બેકઅપ લઈ શકો છો. તેના માટે Gmail Backup જેવા ટૂલની મદદથી ઈમેલને PST, MSG, PDF અથવા અન્ય ફોર્મેટમાં કમ્પ્યુટર અથવા NAS ડ્રાઈવ પર સેવ કરી શકાય છે. બેકઅપ પૂરો થયા પછી બિનજરૂરી ડેટાને Google અકાઉન્ટમાંથી હટાવીને સ્ટોરેજ ખાલી કરી શકાય છે.
Published at : 09 Nov 2026 01:46 PM (IST)