Instagram માં આવશે ફેસબુક જેવું ફીચર, નવી રીતથી એપનો યુઝ કરી શકશે યુઝર્સ

ઈન્સ્ટાગ્રામ પોતાની એપમાં દરરોજ કોઈને કોઈ નવા ફીચર રજૂ કરતું રહે છે. આ વખતે ઇન્સ્ટાગ્રામે એક અનોખા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ફીચરનું નામ છે Notes Prompts.

પ્રતિકાત્મક તસવીર

1/5
ઈન્સ્ટાગ્રામ પોતાની એપમાં દરરોજ કોઈને કોઈ નવા ફીચર રજૂ કરતું રહે છે. આ વખતે ઇન્સ્ટાગ્રામે એક અનોખા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ફીચરનું નામ છે Notes Prompts. આ ફીચર દ્વારા યુઝર્સને ઈન્સ્ટાગ્રામ પર તેમના મિત્રો સાથે અલગ રીતે વાતચીત કરવાની તક મળશે. આવો અમે તમને આ ફીચર વિશે જણાવીએ.
2/5
ઇન્સ્ટાગ્રામ દ્વારા ટેસ્ટ કરવામાં આવનારા નવા ફીચરને સરળ ભાષામાં સમજીએ તો હવે તે થોડું થોડુ ફેસબુકની જેમ કામ કરશે. અત્યાર સુધી યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર ફક્ત ફોટા અને વિડીયો એટલે કે રીલ શેર કરતા હતા, પરંતુ હવે યુઝર્સ ફેસબુક પોસ્ટ જેવી નોટ્સ પણ શેર કરી શકશે, જેના પર તમારા ફોલોઅર્સ અથવા કોઈપણ યુઝર કોમેન્ટ પણ કરી શકશે.
3/5
ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર સ્ક્રીનશોટ શેર કરીને આ નવા ફીચરની જાહેરાત કરી છે. સ્ક્રીનશોટ મુજબ, નોટ પ્રોમ્પ્ટ સ્ટોરી પ્રોમ્પ્ટની જેમ જ કામ કરે છે જે તમને ટ્રેન્ડમાં જોડાવા માટે ચોક્કસ પ્રકારનો ફોટો પોસ્ટ કરવા દે છે. તમારી સ્ટોરી સમાન પ્રોમ્પ્ટ સાથે પોસ્ટ કરવામાં આવી છે જેથી અન્ય લોકો તેને અનુસરી શકે. નોટ્સ પ્રોમ્પ્ટ Instagram DMs માં દેખાશે. તમે એ ફોલોઅર્સની કોમેન્ટ્સ પણ ચેક કરી શકો છો જેને તમે ફોલોબેક કર્યા છે.
4/5
Instagram અન્ય યુઝર્સ દ્વારા શેર કરેલી નોટ્સ પર આવતી કોમેન્ટ્સ યુઝર્સને બતાવશે. તે નોટ્સ પ્રોમ્પ્ટ પર કરંટ મોડનો વિકલ્પ હશે. જો યુઝર્સ યોર રિસ્પોન્સ બટન પર ક્લિક કરે છે અને અન્ય યુઝર્સને નોટ્સ પ્રોમ્પ્ટ પર કોમેન્ટ કરે છે અને શેર પર ક્લિક કરે છે તો તેમની કોમેન્ટ પણ શેર થઇ જશે.
5/5
ઇન્સ્ટાગ્રામ નોટ્સ, સ્ટોરીઝની જેમ જ હોરીજોન્ટલ લાઇનમાં DM સેક્શનની અંદર મેસેજની ટોચ પર સ્થિત હશે. તમે નોંટ્સ ટેક્સ્ટ જોઈ શકો છો અને પ્રતિક્રિયા આપવા માટે તેના પર ક્લિક કરી શકો છો. ઇન્સ્ટાગ્રામે નોટ્સમાં મ્યુઝિક સપોર્ટ પણ આપ્યો છે, જેના દ્વારા યુઝર્સ તેમના મનપસંદ ગીતોને નોટ્સમાં એડ કરી શકશે અને તેમના મિત્રો સાથે શેર કરી શકશે.
Sponsored Links by Taboola