Photos: તસવીરોમાં જુઓ iPhone 14 અને 14 Plusનું નવું યલો વેરિએન્ટ, શું કિંમત અને ફિચર્સમાં થયો છે ફેરફાર ?
iPhone 14 Yellow Varient: એપલે iPhone 14 અને iPhone 14 Plusનું ભારત સહિત ગ્લૉબલ માર્કેટમાં એક નવું યલો કલર વેરિએન્ટ લૉન્ચ કર્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે એક નવો આઇફોન 14 ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમને જાણી હેરાની થશે કે કલર ઓપ્શનમાં પસંદ કરવા માટે હવે તમારી સામે એક એક્સ્ટ્રા કલર હશે, ખરેખરમા એપલે iPhone 14 અને iPhone 14 Plus નું ભારત સહિત ગ્લૉબલ માર્કેટમાં એક નવું યલો કલર વેરિએન્ટ લૉન્ચ કર્યુ છે.
હવે માર્કેટમાં આઇફોન 14 સીરીઝના કુલ 6 કલર વેરિએન્ટ અવેલેબલ છે, જેમાં મિડનાઇટ, સ્ટારલાઇટ, રેડ, બ્લૂ, પર્પલ અને યલો શેડ્સ સામેલ છે. ન્યૂ વેરિએન્ટમાં પણ સમાન સ્પેક્સ આપવામાં આવ્યા છે, અને ભારતમાં નવા વેરિએન્ટની કિંમતમાં કોઇ ફેરફાર નથી થયો.
ભારતમાં આઇફોન 14ના યલો કલર વેરિએન્ટની શરૂઆતી કિંમત 79,900 રૂપિયા અને આઇફોન 14 પ્લસના યલો વેરિએન્ટની શરૂઆતી કિંમત 89,900 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, નવું કલર વેરિએન્ટ 256GB અને 512GB સ્ટૉરેજમાં પણ ઉપલબ્ધ થશે. જોકે, યલો કલર વેરિએન્ટનું વેચાણ 14 માર્ચથી શરૂ થઇ ગયુ છે.
જો તમે આઇફોન 14 અને આઇફોન 14 પ્લસની વચ્ચે કન્ફ્યૂઝ છો, તો તમને જણાવી દઇએ કે સ્ક્રીન સાઇઝ અને બેટરી ક્ષમતામાં અંતર ઉપરાંત આઇફોન 14 અને આઇફોન 14 પ્લસના સ્પેશિફિકેશન્સ એક જેવા જ છે.
આઇફોન 14 મૉડલ 6.1 ઇંચની ઓએલઇડી ડિસ્પ્લેની સાથે આવે છે, જ્યારે આઇફોન 14 પ્લસ મૉડલમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે, બન્ને ફોન A15 બાયૉનિક SoC પર કામ કરે છે, જેમાં 5- કૌર GPU અને 6- કૌર CPU સામેલ છે. ડિસ્પ્લે સાઇઝમાં અંતર હોવા છતાં, iPhone 14 અને 14 Plus બન્ને જ ડૉબ્લી વિઝનને સપોર્ટ કરે છે, મૉડલ્સના તમામ કેમેરા 60fps પર 4K વીડિયો રેકોર્ડ કરી શકો છો.